/connect-gujarat/media/post_banners/d8d48a9d3f3a46cd26f629e3512249c916f81add333246c0b224ad3101e10320.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સક્રિય દેખાઈ રહી છે એક પછી એક ગેરેન્ટી આપ્યા બાદ હવે આપ લોકોના ઘરો સુધી પહોંચશે આવતી કાલથી આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં ડોર ટુ ડોર કેમ્પેઇન હાથ ધરવામાં આવશે
રાજ્યમાં વિધાનસભા ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસની સામે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂતીથી આગળ વધી રહી છે.પાર્ટી અનેક લોકોને જોડી રહી છે ત્યારે રાજ્યમાં અલગ અલગ ગેરેન્ટી આપ્યા બાદ હવે રાજ્યમાં દરેક ઘર સુધી આપ દ્વારા ગેરેન્ટી કાર્ડ પહોંચાડવાનું કરશે.આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના લોકોની ઉમ્મીદ બન્યા છે ત્યારે અમે પ્રથમ તબક્કામાં રજિસ્ટ્રેશન કરીશું ત્યારબાદ દરેક વ્યક્તિને ગેરંટી કાર્ડ આપવામાં આવશે.જેમાં મહિલા ,રોજગાર અને વીજળી ગેરંટી કાર્ડ હશે આ ગેરેન્ટી કાર્ડ રજિસ્ટ્રેશન બાદ આપવામાં આવશે તો આવનારી વિધાનસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે આપના સયોજક અરવિંદ કેજરીવાલ ફરીવાર ૨ અને ૩ સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે ગોપાલ ઇટાલિયાએ દાવો કાર્યો હતો કે રાજ્ય સરકારના કર્મચારીઓ પણ આપ પાર્ટી પર વિશ્વાસ મૂકી રહ્યા છે.