Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : મુંદ્રા પોર્ટ પરથી ડ્રગ્સ પકડાવાનો કેસ, કોંગ્રેસના સરકાર પર પ્રહારો

X

કચ્છના મુદ્રા પોર્ટ પરથી પકડાયેલા હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ મામલે કોંગ્રેસ સરકાર અને અદાણી ગુપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. અને આ મામલે નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ આડકતરી રીતે અદાણી ગ્રુપ અને સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતુ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ પકડાય છે. અને મુંદ્રા પોર્ટ અદાણી ગૃપ હસ્તક છે. અને ત્યાંથી 2990 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો ડ્રગ્સ વિજયવાડા જવાનું હોય તો ગુજરાત કેમ આવ્યું કારણ કે વિજયવાડાની નજીક ચેન્નઇ પોર્ટ આવેલુ છે. દેશના ગૃહમંત્રી ,વડાપ્રધાન ગુજરાતનાં છે.

મુદ્રા પોર્ટ પણ અદાણી ગૃપ હસ્તક હોવાથી આ ડ્રગ્સમાં મોટા વ્યક્તિ જોડાયા હોય તેવી શંકા છે. કોંગ્રેસ ડીઆરઆઇને અપીલ કરી આની ગંભીર રીતે તપાસ કરવાની માંગ કરે છે. દેશમાં બીજા પણ પોર્ટ આવેલા છે.તેમ છતાં મુદ્રા પોર્ટ પર જ કેમ ડ્રગ્સ કેમ આવે છે અને વિશાળ માત્રામાં ડ્રગ્સ પકડાતા હોવા છતાં કેમ વડાપ્રધાન અને ગૃહમંત્રી કેમ ચુપ છે.

Next Story