અમદાવાદ : નશામાં ધૂત કાર ચાલકે ચારથી પાંચ વાહનોને લીધા અડફેટે,તો સુરતમાં મહિલા કાર ચાલકે ડિવાઇડરમાં કાર અથાડી

અમદાવાદનાં વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કાર ચાલકે ચારથી પાંચ વાહનોને અડફેટમાં લીધા હતા,અને લોકટોળાએ નશેબાજ કાર ચાલકને મેથી પાક ચખાડતા તેને ચપ્પુ બતાવીને લોકોમાં ભયનો માહોલ સર્જી દીધો હતો,

New Update
  • હિટ એન્ડ રન અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની ઘટનામાં વધારો

  • અમદાવાદમાં નશેબાજ નબીરાએ સર્જ્યો અકસ્માત

  • વસ્ત્રાપુરમાં નશેબાજે ચારથી પાંચ વાહનોને લીધા અડફેટે

  • નશામાં ધૂત કાર ચાલકની લોકોએ કરી ધોલાઈ

  • જ્યારે સુરતમાં મહિલા કાર ચાલકને નડ્યો અકસ્માત

  • મહિલાનો સ્ટિયરિંગ પર કાબુ ન રહેતા કાર ડિવાઇડરમાં ભટકાય  

અમદાવાદનાં વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કાર ચાલકે ચારથી પાંચ વાહનોને અડફેટમાં લીધા હતા,અને લોકટોળાએ નશેબાજ કાર ચાલકને મેથી પાક ચખાડતા તેને ચપ્પુ બતાવીને લોકોમાં ભયનો માહોલ સર્જી દીધો હતો,જ્યારે બીજી તરફ સુરતમાં એક મહિલા કાર ચાલકે ડિવાઇડરમાં કાર અથાડતા અકસ્માત સર્જ્યો હતો.

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલ નજીક એક થાર કાર ચાલકે નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો હતો.તેણે 4થી 5 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલકે છરી બતાવી લોકોને ડરાવ્યા અને મારામારી કરી હતી. જોકે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ દરમિયાન ક્રોધે ભરાયેલા ટોળાએ કાર ચાલકને ઘેરી લઇને મેથીપાક પણ ચખાડ્યો હતો. પોલીસે કાર ચાલક વિરૂદ્ધ મારામારી અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Latest Stories