-
કેર ટેકર રાખતા પહેલા રહો સાવધાન
-
વૃદ્ધાની સારસંભાળ માટે રાખી હતી કેર ટેકર
-
વૃધ્ધાની કેર ટેકરે કરી ચોરી
-
8.50 લાખના દાગીનાની કરી હતી ચોરી
-
પોલીસે કેર ટેકર દંપતીની કરી ધરપકડ
અમદાવાદનાં બોપલ વિસ્તારમાં વૃદ્ધ સાસુની તબિયત ખરાબ હોવાથી તેમની સારસંભાળ માટે મહિલાએ ખાનગી એજન્સી મારફતે કેર ટેકરને નોકરી પર રાખી હતી,જોકે તેણે વૃદ્ધાની સારસંભાળની સાથે ઘરમાં હાથ સફાઈ કરીને રૂપિયા 8.50 લાખના કિંમતી દાગીનાની ચોરી કરી હતી.
અમદાવાદના બોપલમાં આરોહી એલિઝમ ખાતે રહેતા સારીકા પાંચપોરનાં સાસુ રચનાબેનને હૃદયની બીમારી છે,તેઓનું ઓપરેશન કરાવવા જવાનું હોવાથી સાસુનાં તેમજ તેઓના પોતાનાં દાગીનાં ઘરમાં બેડરૂમનાં કબાટમાં મુક્યા હતા.
રચનાબેનનું હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.અને ત્યારબાદ તેઓની સારસંભાળ માટે પી.એલ.એસ.હીલ એટ હોમ પ્રાઈવેટ લીમીટેડ કંપની મારફતે નિકીતા દાયમાને કેર ટેકર તરીકે રાખી હતી. જોકે તેઓની સાસુ રચનાબેનની તબિયત સારી થતા તેઓએ દાગીનાં પહેરવા માટે માંગ્યા ત્યારે તેઓએ ઘરમાં તપાસ કરતા દાગીના મળી ન આવતા રૂપિયા 8.50 લાખના દાગીનાની ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચોરીની ઘટનામાં તપાસ કરીને કેર ટેકર નિકિતા દાયમા પર શંકા વ્યક્ત કરી હતી,અને નિકિતા દાયમા તેમજ તેના પતિ માંગીલાલ દાયમાની ધરપકડ કરીને સઘન પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો હતો,અને નિકિતા પતિ માંગીલાલના કહેવા મુજબ દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.હાલ બંનેની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.