Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ઇલેકટ્રીક સંચાલિત વાહનો પર મુકાયો ભાર, મણીનગરમાં ચાર ચાર્જિંગ મશીન મુકાયાં

પેટ્રોલ અને ડીઝલના ભાવો સતત વધી રહયાં છે, રાજય સરકાર ઇલેકટ્રીક વાહનો પર આપે છે સબસીડી.

X

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહયાં છે તેવામાં અમદાવાદના મણીનગર વિસ્તારમાં ચાર ચાર્જિંગ મશીન મુકવામાં આવ્યાં છે. સરકારનું આ પગલું આગામી દિવસો ઇલેકટ્રીક વાહનોના હશે તેના તરફ સ્પષ્ટ સંકેત આપી રહયાં છે.

દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયાં છે. આવા સંજોગોમાં ગરીબ અને મધ્યમવર્ગને આર્થિક રીતે બોજો પડી રહયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાની આશાઓ હવે ધીમે ધીમે ઘટી રહી છે. તો બીજી તરફ સરકાર પણ ભાવો ઘટાડવાના બદલે ઇલેકટ્રીક વાહનો પર ભાર મુકી રહી છે. અમદાવાદશહેરમાં હવે આ ઇલેક્ટ્રિક કાર ચાર્જ કરવા માટે મહાનગરપાલિકા તરફથી ચાર્જિંગ મશીન મુકવામાં આવ્યાં છે.

ગુજરાતને દેશ માટે રોલ મોડેલ માનવામાં આવે છે અહીં અનેક વિકાસના કાર્યો દેશને નવી રાહ આપે છે. ખાસ કરીને અમદાવાદ જે રાજ્યનું સૌથી મોટું મહાનગર છે તે ખરા અર્થમાં સ્માર્ટ સીટી બનવા ડગ માંડી રહયું છે. ખાનગી કંપનીના સહયોગથી મુકાયેલાં નવા ચાર્જિંગ મશીનથી કારની બેટરી 8 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થશે. 8 કલાક ચાર્જ થયેલ બેટરી 400 કિમી સુધી નોન સ્ટોપ ચાલે તો એક કીલોમીટરની સવારી માત્ર એક રૂપિયામાં પડી રહેશે. કદાચ આગામી દિવસોમાં રસ્તાઓ પર દોડતા વાહનોમાં ઇલેકટ્રીક વાહનોની સંખ્યામાં વધારો થાય તો નવાઇ નહી.

Next Story