અમદાવાદ: વાસી ઉત્તરાયરણના પર્વની ઉત્સાહભેર ઉજવણી,આકાશમાં જોવા મળ્યા રંગબેરંગી પતંગો

આજરોજ વાસી ઉત્તરાયરણના પર્વની અમસાવાદ સહિત રાજયમાં ઠેર ઠેર ઉલ્લાસ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી

અમદાવાદ: વાસી ઉત્તરાયરણના પર્વની ઉત્સાહભેર ઉજવણી,આકાશમાં જોવા મળ્યા રંગબેરંગી પતંગો
New Update

આજરોજ વાસી ઉત્તરાયરણના પર્વની અમસાવાદ સહિત રાજયમાં ઠેર ઠેર ઉલ્લાસ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી લોકોએ આકાશી યુદ્ધનો આનંદ માણ્યો હતો

ઉત્તરાયણનો આજે બીજો દિવસ છે એટલે કે આજે વાસી ઉત્તરાયણ છે. આજે પણ ઉતરાયણ જેવો માહોલ જ લોકોમાં ધાબે જોવા મળ્યો હતો. ગઇકાલની જેમ આજે પવન સારો હોવાને કારણે આકાશમાં વધુ પતંગ ઉડતા જોવા મળ્યા હતા. પવન વધુ હોવાને કારણે યંગસ્ટર્સ સાથે નાના બાળકો પણ પતંગ ઉડાવતા જોવા મળ્યા હતા. બીજી તરફ વિકેન્ડના કારણે મોટા ભાગના લોકોએ રજાની મજા ધાબે માણી હતી. વાસી ઉત્તરાયણની લોકોએ હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. ગતરોજ ઉત્તરાયણની ઉજવણી દરમ્યાન ઠેર ઠેર જાહેનામા ભંગના કેસ પણ દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવાર,શનિવાર અને રવિવારની રજાના કારણે લોકોએ ઉત્તરાયણના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી

#ConnectGujarat #BeyondJustNews #Ahmedabad #Festival #celebration #Vasi Uttarayan #KiteFlying #Enthusiastic celebration
Here are a few more articles:
Read the Next Article