અમદાવાદ : ઈવોલ્વ વુમન્સ કૉમ્યુનિટી દ્વારા “રાત્રી આફ્ટર નવરાત્રી” યોજાય, સભ્ય બહેનોએ કરી ઈવોલ્વ રાત્રીની ભવ્ય ઉજવણી...

મકરબા વિસ્તાર સ્થિત હરિઓમ ફાર્મ ખાતે ઈવોલ્વ વુમન્સ કૉમ્યુનિટી દ્વારા રાત્રી આફ્ટર નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
અમદાવાદ : ઈવોલ્વ વુમન્સ કૉમ્યુનિટી દ્વારા “રાત્રી આફ્ટર નવરાત્રી” યોજાય, સભ્ય બહેનોએ કરી ઈવોલ્વ રાત્રીની ભવ્ય ઉજવણી...

અમદાવાદ શહેરના મકરબા વિસ્તાર સ્થિત હરિઓમ ફાર્મ ખાતે ઈવોલ્વ વુમન્સ કૉમ્યુનિટી દ્વારા રાત્રી આફ્ટર નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈવોલ્વ વુમન્સ કૉમ્યુનિટીની સભ્ય બહેનોએ ગરબાના તાલે ઝૂમી ઈવોલ્વ રાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ છેલ્લા 3 વર્ષથી અમદાવાદ શહેરમાં ઈવોલ્વ વુમન્સ કૉમ્યુનિટી સંસ્થા કાર્યરત છે. આ સંસ્થા મહિલાઓને બિઝનેસ વુમન બનાવવા માટે અગ્રેસર રહી છે. જે મહિલાઓ પોતે વ્યવસાય કરે છે, તેઓ આ સંસ્થામાં જોડાય પોતાનો અને પોતાના વ્યવસાયનો સર્વાંગી વિકાસ કરે છે, ત્યારે છેલ્લા 3 વર્ષથી કાર્યરત ઈવોલ્વ વુમન્સ કૉમ્યુનિટી દ્વારા આ વર્ષે નવરાત્રી મહોત્સવ બાદ ઈવોલ્વ રાત્રી આફ્ટર નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને મહિલાઓ પોતાના પરિવાર સાથે નવરાત્રીની ઉજવણી વ્યસ્ત હોય છે, ત્યારે આ સંસ્થાની સભ્ય બહેનો માટે રાત્રી આફ્ટર નવરાત્રીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

આજે મહીલાઓ પુરૂષ સાથે ખભેખભો મિલાવીને આગળ વધી રહી છે. સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે. સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. તેવામાં મહિલા ઉત્થાનનું કાર્ય કરતી સંસ્થા ઈવોલ્વ વુમન્સ કૉમ્યુનિટી દ્વારા અમદાવાદ શહેરના મકરબા વિસ્તાર સ્થિત હરિઓમ ફાર્મ ખાતે રાત્રી આફ્ટર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સુંદર ડેકોરેશન, રંગબેરંગી રોશનીનો શણગાર, સેલફી પોઈન્ટ સહિતની વિવિધ સુવિધા ઊભી કરવામાં આવી હતી. ઈવોલ્વ વુમન્સ કૉમ્યુનિટીની સભ્ય બહેનો દ્વારા સૌપ્રથમ માઁ જગદંબાની આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ સૌ બહેનો ગરબાના તાલે ઝૂમી ઉઠી હતી. ઈવોલ્વ રાત્રી નિમત્તે ટ્રાઇટન સર્કલ, એંટીલા સર્કલ, ફોર્ચ્યુના સર્કલ, એસ્ટ્રા સર્કલ, ડેસ્ટિના સર્કલ અને એટલાન્ટા સર્કલ મળી કુલ 6 જેટલા ગ્રુપ દ્વારા અદ્ભુત નૃત્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં એંટીલા સર્કલ અને ફોર્ચ્યુના સર્કલ વચ્ચે ખરાખરીનો જંગ જામતા બન્ને ગ્રુપને વિજેતા જાહેર કરાયા હતા, જ્યારે અન્ય તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક ઈનામ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્થાન માટે લોકો હવે પ્રયત્નશીલ બન્યા છે, ત્યારે ઈવોલ્વ વુમન્સ કૉમ્યુનિટી દ્વારા યોજવામાં આવેલ ઈવોલ્વ રાત્રી નિમત્તે આલાયમ રેહિબ કેર, પ્રેસા, સ્પાઇસ ઇન લો, નિધાત્રી ઇનફાઈનાઈટ કેપિટલ, રીગાલો, એમ.જે.જુવેલ્સ, ટપરવેર, ચાંદીધામ અને આનંદઉત્સવ સહિત તમામ સહયોગીઓનો સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ મીડિયા પાર્ટનર તરીકે કનેક્ટ ગુજરાતના એમડી યોગેશ પારીક અને ડો. ખુશ્બુ પંડ્યાનો ઈવોલ્વ વુમન્સ કૉમ્યુનિટીએ વિશેષ આભાર માન્યો હતો. આ પ્રસંગે ઈવોલ્વ વુમન્સ કૉમ્યુનિટીના ફાઉન્ડર જલ્પા જોશીપુરા, ડિરેક્ટર નિષ્ઠા ઠક્કર, જયશ્રી પારેખ, ધારા મહેતા, નેહા શર્મા તેમજ ડો. ખુશ્બુ પંડ્યા સહિત મોટી સંખ્યામાં આમંત્રિતોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Latest Stories