અમદાવાદ: નકલી વિદેશી શરાબ બનાવવાની ફેક્ટરી ઝડપાય,જુઓ કનેક્ટ ગુજરાતનો ગ્રાઉન્ડ રિપોર્ટ

અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમા આવેલ જુની કાચની બોટલના ગોડાઉનમાં ભંગારના નામે નકલી ઈંગ્લીશ દારૂ બનાવમાં આવતો હતો.

New Update
અમદાવાદ: નકલી વિદેશી શરાબ બનાવવાની ફેક્ટરી ઝડપાય,જુઓ કનેક્ટ ગુજરાતનો ગ્રાઉન્ડ રિપોર્ટ

બોટાદ કેમિકલ કાંડ બાદ દેશી દારૂનું વેચાણ કરતા તત્વો પર પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે અમદાવાદમાં પણ નકલી ઈંગ્લીશ દારૂ બનાવતી ફેકટરી ઝડપાય હતી બોટાદમાં સર્જાયેલ કેમિકલ કાંડ બાદ રાજ્યભરની પોલીસ સતર્ક થઈ ગઈ છે અને વિવિધ ઠેકાણે દરોડા પાડી દેશી તેમજ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવી રહયો છે એવામાં અમદાવાદમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.

Advertisment

અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમા આવેલ જુની કાચની બોટલના ગોડાઉનમાં ભંગારના નામે નકલી ઈંગ્લીશ દારૂ બનાવમાં આવતો હતો.ગોડાઉનમા શકર મારવાડી નામના વ્યક્તિ અને મોહમ્મદ છીપા નામના બન્ને ઇસમો એસેન્સ ( કલર) ,આલ્કોહોલ,અને પાણી મિક્ષ કરીને દરોજ અલગ અલગ મોંઘી કિંમતનું ઈંગ્લીશ દારૂ બનાવીને બોટલમા સિલ કરીને વેચાણ કરતા હતા. પોલીસે નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા.

શકર મારવાડી નામના આરોપીએ આ જગ્યા 10 હજાર રૂપિયાની કિમતે ભાડે રાખી હતી અને છેલ્લા 6 મહિનાથી શકર તેમજ મોહમ્મદ છીપા નામના આરોપી દારૂની ખાલી બોટલો લાવીને નકલી ઈંગ્લીશ દારૂ બનાવતા હતા. આરોપીઓ દરરોજ 1 લાખથી પણ વધારે કિંમતનો દારૂ વેચતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.ફેક્ટરીમાં કોઈ અજાણ્યા ઇસમો પ્રવેશ ન કરે એ માટે શ્વાનને પણ રાખવામા આવ્યા હોવાનું બહાર આવ્યું છે. કનેક્ટ ગુજરાતની ટીમ આ ફેક્ટરી પર પહોંચી હતી અને તપાસ કરતાં વિવિધ ખાલી બોટલ અને દારૂ બનાવવાનો સામાન જોવા મળ્યો હતો