Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ખેડૂતોને 12 કલાક વીજળી નહીં મળે તો નહીં ભરે બિલ, AAPનો સરકારને પડકાર

ગુજરાતમાં ખેડૂતોને મળતી વીજળી મુદ્દે વિપક્ષ સહિતના રાજકીય પક્ષોએ સરકારને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે,

X

ગુજરાતમાં ખેડૂતોને મળતી વીજળી મુદ્દે વિપક્ષ સહિતના રાજકીય પક્ષોએ સરકારને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે, ત્યારે ખેડૂતોને નિયમિત પણે મળતી વીજળી મામલે અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સામે આકરા શાબ્દિક પ્રહારો કરાયા હતા.

ગુજરાતના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી નહીં મળતા ઉનાળામાં પાકનું વાવેતર પણ પૂરતા પ્રમાણમાં નથી થતું. ઉનાળામાં ફક્ત ઘાસચારાનું વાવેતર વધુ થાય છે. જોકે, વીજળી નહીં મળવાથી ખેડૂતોને પાણી મેળવવા ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વર્ષ 2003થી ખેડૂતોને અપાતી વીજળીના સમયમાં ઘટાડો કરાયો છે. જેમાં 8 કલાકથી હવે 6 કલાક વીજળી આપવામાં આવી રહી છે. ગુજરાતની 56 ટકા વસ્તી આ મુશ્કેલીનો સામનો કરી રહી છે,

ત્યારે ગુજરાતમાં જ્યાં સુધી 16 કે, 12 કલાક અવિરત પુરવઠો ખેડૂતોને નહીં મળે ત્યાં સુધી તેઓ વીજ બિલ નહિ ભરે તેવો આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકારને પડકાર ફેંક્યો છે. જો વીજ કંપની કનેક્શન કાપશે તો આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ ફરી કનેક્શન જોડી આપશે. અન્ય રાજ્યોમાં મફત વીજળી છે, તો ગુજરાતમાં વીજળી મફત કેમ નહીં આપવાની માંગ ઉઠી છે. આપ કિસાન સંઘ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે, રાજ્યની ભાજપા સરકાર માત્ર તાયફા કરે છે. રાજ્યના ખેડૂતોને ઈરાદાપૂર્વક હેરાન કરાતા ખેડૂતોની હાલત દયનીય બની છે. જોકે, છેલ્લા ઉપાય તરીકે ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતા નેશનલ હાઇવે પણ ચક્કાજામ કરવા AAP દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story