અમદાવાદ : નિર્ણયનગર ગરનાળા પાસે ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ, 7 ગોડાઉન બળીને ખાખ

અમદાવાદનાં નિર્ણયનગર ચાંદલોડીયા વિસ્તારમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી જેમાં 14 જેટલા ગોડાઉનમાંથી 7 ગોડાઉન બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા.

New Update

અમદાવાદના નિર્ણયનગર-ચાંદલોડિયા રોડ પર ઉમિયા હોલ ત્રણ રસ્તા પાસે ત્રણ વાગ્યાના અરસામાં લાકડાના દરવાજા-બારીઓ સહિતના ફર્નિચર વેચાણના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. અંદાજે 14 જેટલા અલગ અલગ ફર્નિચર વેચાણના ગોડાઉનમાંથી 7 જેટલા ગોડાઉનોમાં આગ ફેલાઇ હતી. એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. એક કલાકમાં ફાયરબ્રિગેડે આગને કાબુમાં લઈ લીધી હતી. આગ લાગવાનુ પ્રાથમિક કારણ રાત્રી દરમ્યાન LPG ગેસ લીક થતાં લાકડાના સંપર્કમાં આવાથી આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. 15થી વધુ લોકો ત્યાં ગોડાઉનમાં જ રહી અને ફર્નિચરનું વેચાણ કરતાં હતાં. જેઓ સહીસલામત બહાર નીકળી ગયા હતા.જેથી કોઈને જાનહાનિ થઈ ન હતી.

Latest Stories