Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ફાયરના જવાને 7 વર્ષમાં નદીમાં રેસ્ક્યૂ કરી 400 લોકોના જીવ બચાવ્યા

અમદાવાદ ફાયર વિભાગના જવાનની સરાહનીય કામગીરી, નદીમાં રેસ્ક્યૂ કરી 7 વર્ષમાં 400 લોકોના બચાવ્યા જીવ.

X

અમદાવાદ ફાયર બ્રિગેડ ની કામગીરીની પ્રશંસા દેશ અને રાજ્યમાં થાય છે કારણકે ફાયરના જવાનો પોતાના જીવની પરવા કર્યા વિના લોકોના જીવ બચાવે છે અને તેમાં પણ ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા એક જવાને 7 વર્ષમાં નદીમાંથી રેસ્ક્યુ કરી 400 લોકોના જીવ બચાવ્યા છે.

કોઈ ફિલ્મી સ્ટોરી જેવી જ લાગતી આ સ્ટોરી રિલ લાઈફની નહીં પણ રિયલ લાઈફની છે જેમાં અમદાવાદ ફાયર બ્રિગેડમાં 21 વર્ષથી ફરજ બજવતા ફાયરના આ જવાન સાબરમતી નદીમાં ડૂબતા લોકો માટે દેવદૂત બન્યા છે. દેવદૂત સમાન બનેલ ફાયરના આ જવાનનું નામ છે ભરત માંગેલા. વર્ષ 2001 થી અમદાવાદ ફાયર બ્રિગેડમાં જોડાયેલા ફાયર જવાન હવે સાબરમતી નદી સાથેની ઓળખ બની ગયો છે.

અમદાવાદ ફાયર બ્રિગેડમાં આગ-અકસ્માતની ઘટનાઓમાં તો ફાયર જવાન ભરતની ઉમદા કામગીરી રહી જ છે સાથે સાથે અમદાવાદની સાબરમતી નદીમાં બનતી આત્મહત્યાની કે નદીમાં અકસ્માતે પડી જવાથી ડૂબી જવાની ઘટનામાં રેસ્ક્યુ વર્કમાં પણ ભરત મંગેલાની સરાહનીય કામગીરી રહી છે. વર્ષ 2014 પહેલા જ્યારે રિવરફ્રન્ટનું કામ ચાલી રહ્યું હતું ત્યારે નદીમાં પડી ડૂબવાની ઘટના ઘણી બનતી હતી તે સમયે એટલે કે 2014માં રિવર રેસ્ક્યુ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી ત્યારથી તે સાબરમતી નદી ગાંધીબ્રિજ નીચે રિવર રેસ્ક્યુ પ્રોજેકટના જવાન તરીકે ફરજ બજાવે છે.

સાબરમતી કિનારે ફરજ બજાવતા તેઓએ ઘણા ઉતાર ચઢાવ તેમજ નદીનો ઇતિહાસ અને ભૂગોળ સમજી લીધા છે. વર્ષ 2018 પહેલા નદીમાં પડી જવાના રોજના 30થી 40 કોલ્સ અને વર્ષે 300થી 400 કોલ આવતા હતા પરંતુ નદીમાં આવી અકસ્માતની બનતી ઘટનાઓ રોકવા તંત્ર દ્વારા તમામ બ્રિજ પર જાળી નાખવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. આ પ્રોજેક્ટના કારણે નદીમાં અકસ્માત અને આત્મહત્યાની ઘટનામાં 90 ટકા ઘટાડો થયો છે. હવે મહિને 18 થી 20 કોલ આવે છે. જોકે તેમ છતાં ભરતની સતર્કતા એટલી જ છે ભરત સતત સાબરમતી નદીમાં પોતાની રેસ્ક્યુ ટીમ સાથે કાર્યરત રહે છે ત્યારે ફાયરના આ જવાન સાથે કનેકટ ગુજરાતે વિશેષ વાતચીત કરી હતી.

Next Story