/connect-gujarat/media/post_banners/5b0944ef6c14278399d9fe2975c642925e8ad400d5edcb72d86a134f3c1be505.jpg)
અમદાવાદના ઇન્કમટેકસ બ્રિજ પાસે ઉભેલા આંગડીયા પેઢીઓના કર્મચારીઓ પર ફાયરિંગ કરી ત્રણ લુંટારૂઓ લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયાં છે...
રાજયમાં આંગડીયા પેઢીના કર્મચારીઓ લુંટારૂઓના સોફટ ટારગેટ બની રહયાં છે. સૌરાષ્ટ્ર બાદ હવે અમદાવાદમાં આંગડીયા પેઢીના કર્મચારીઓને લુંટી લેવાયા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં બનેલી ઘટના પર નજર નાંખવામાં આવે તો કે..અશ્વિન, માધવ મગન અને મહેન્દ્ર પ્રવીણ નામની આંગડીયા પેઢીના કર્મચારીઓ રોકડ રકમ અને દાગીના લઇને અમદાવાદની રતનપોળ ખાતે આવી રહયાં હતાં. તેઓ ઇન્કમટેકસ બ્રિજ પાસે તેઓ ઉભા હતાં તે સમયે બે મોટરસાયકલ પણ ત્રણ લુંટારૂઓ ધસી આવ્યાં હતાં. તેમણે અચાનક ફાયરિંગ કરતાં એક કર્મીને પગમાં ગોળી વાગી હતી. ત્રણેય આંગડીયા પેઢીના કર્મચારીઓ પાસેથી લુંટારૂઓ લાખો રૂપિયાની રોકડ રકમ તથા ચાંદીના દાગીનાઓ લઇને ફરાર થઇ ગયાં હતાં.
બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચ તથા સ્થાનિક પોલીસની ટીમોએ ફરાર થઇ ગયેલાં લુંટારૂઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. અમદાવાદ શહેરમાં ઠેર ઠેર નાકાબંધી કરી દેવામાં આવી છે. મળતી અંતિમ માહિતી પ્રમાણે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ત્રણે આરોપીઓને દબોચી લીધાં છે અને હાલમાં તેમની પુછપરછ કરાય રહી છે.