/connect-gujarat/media/post_banners/45ffb0191304d43c55ee02ab20d2f72ff8feb4fd84d0be8e9683fe983468da74.jpg)
ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ખેલાડીઓ પણ રાષ્ટ્રીય કક્ષાના આ રમતોત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે. આવો જોઈએ ગુજરાતના સોફ્ટ ટેનીસ ખેલાડીઓમાં ઉત્સાહ અને તેની તૈયારી...
આ છે અમદાવાદ રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કનો સોફ્ટ ટેનિસ કોર્ટ, જ્યાં નેશનલ ગેમ્સ સોફ્ટ ટેનિસ રમત ખેલાશે. ગુજરાતના સોફ્ટ ટેનિસ ખેલાડી અત્યારે અહીં તાલીમ લઇ રહ્યા છે. ગુજરાત માટે આ એક મોટી તક છે. એટલે જ પરસેવો પાડી રહેલા આ તમામ ખેલાડીઓનો એક જ ધ્યેય છે. ગુજરાત માટે ગોલ્ડ... ઘરઆંગણે જ નેશનલ ગેમ્સ અને એમાં પણ સોફ્ટ ટેનીસ રમત અમદાવાદમાં જ યોજાવાની હોવાથી ગુજરાતના ખેલાડીનો ઉત્સાહ બમણો થયો છે.
તો બીજી તરફ, ગુજરાત રાજ્યને વધુમાં વધુ મેડલ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પણ ખેલાડીઓને જરૂરી તમામ સુવિધાઓ સાથે કોચ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. સોફ્ટ ટેનીસ ચેમ્પિયન અનિકેત પટેલની જેમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માંગતા રાજ્યના અન્ય ખેલાડીઓ માટે આ નેશનલ ગેમ્સ એક મહત્વનું પ્લેટફોર્મ પૂરવાર થશે. 36મી નેશનલ ગેમ્સના પરિણામે ગુજરાતમાંથી અનેક રમતવીરોની પ્રતિભા બહાર આવશે.