Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ:અટલ બ્રિજ અને રિવરફ્રન્ટની મુલાકાત લઈ વિદેશી ડેલિગેટ્સ થયા અભિભૂત

પ્રથમ વખત અર્બન-20 બેઠક યોજાઈ રહી છે જેમાં ભાગ લેવા આવેલ વિદેશી ડેલિગેટ્સે સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ ઓવરબ્રિજની મુલાકાત લીધી હતી

X

અમદાવાદમાં પ્રથમ વખત અર્બન-20 બેઠક યોજાઈ રહી છે જેમાં ભાગ લેવા આવેલ વિદેશી ડેલિગેટ્સે સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ ઓવરબ્રિજની મુલાકાત લીધી હતી

ભારતમાં પહેલીવાર અમદાવાદમાં અર્બન-20 બેઠક યોજાઈ રહી છે. મંગળવારથી દેશ વિદેશના ડેલિગેટ્સ નું આગમન શરૂ થઈ ગયું છે. 35થી વધુ વિવિધ દેશના પ્રતિનિધિ આ બેઠકમાં ભાગ લઈ રહ્યાં છે ત્યારે આ ડેલિગેટ્સ શહેરના અલગ અલગ સ્થળોની મુલાકાત લીધી હતી અને અટલ બ્રિજ થતાં રિવરફ્રન્ટ જોઈ તેઓ અભિભૂત થયા હતા.અમદાવાદમાં અર્બન-20 બેઠક યોજાઈ રહી છે ત્યારે આ બેઠકમાં ભાગ લેવા આવેલ પ્રતિનિધિઓને શહેરના અલગ અલગ સ્થળે લઈ જવામાં આવ્યા હતા ખાસ કરીને અટલ બ્રિજ અને રિવરફ્રન્ટની મુલાકાતે આવેલા પ્રતિનિધિઓ અભિભૂત થયા હતા.અહીં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તમામ મહેમાનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તો ગીરના પ્રખ્યાત સીદી બાદશાહ ધમાલ નૃત્યની રંગત છવાઈ ગઈ હતી.આ નૃત્યમાં મહેમાનો પણ જોડાયા હતા.વિદેશથી આવેલા પ્રતિનિધિઓ અહીં શણગાર જોઈ તેને મોબાઇલમાં કંડારવાનું પણ ભૂલ્યા નહીં તો અનેક મહેમાનોએ ઇલેક્ટ્રિક વે પર આનદ માણ્યો હતો આમ ગુજરાત અને ભારતીય સંસ્કૃતિના સમન્વયસમા સ્વાગતને લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો

Next Story