Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : વિદેશ જવા વિઝા આપવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી, 2 પિતરાઈ ભાઈની ધરપકડ...

અમદાવાદ શહેરમાંથી ફરી એક વખત વિદેશ જવા માટે વિઝા આપવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે,

X

અમદાવાદ શહેરમાંથી ફરી એક વખત વિદેશ જવા માટે વિઝા આપવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે, ત્યારે નવરંગપુરા પોલીસે 2 ઠગબાજ એવા આરોપી પિતરાઈ ભાઈઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસની કસ્ટડીમાં ઉભેલા આરોપીઓના નામ છે અનત સુથાર રવિ સુથાર. આમ તો બન્ને આરોપીઓ પિતરાઈ ભાઈ છે. બન્ને આરોપીઓએ નવરંગપુરા વિસ્તારમાં આવેલ સી.જી. રોડ પરના ચંદન કોમ્પલેક્ષમાં ટ્રાવેલ એજ્યુકેશન નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ ખોલી હતી. જેમાં વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને કેનેડા, યુંએસએ સહિત અન્ય દેશોમાં સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમીટ વિઝા અપાવવાનું કહી અનેક વિદ્યાર્થીઓ સાથે 1 કરોડ 58 લાખ 43 હજારની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયા હતા. જોકે, નવરંગપુરા પોલીસે વિદ્યાર્થીઓ સાથે થયેલ છેતરપિંડીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં પરમીટ વિઝા, સ્ટુડન્ટ વિઝા અને ટૂર વિઝા ન આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી ટ્રાવેલ એજ્યુકેશનની ઓફિસના પાટિયા પાડી ફરાર થઈ ગયા હતા, ત્યારે વારંવાર વિદ્યાર્થીઓ આરોપીઓની ઓફિસ ખાતે ધક્કા ખાઈ કંટાળતા અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા. જેમાં આરોપીઓ વિરોધ ફરિયાદ થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ મામલે કેટલા રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું છે, તે અંગેની તપાસ શરૂ કરી છે.

Next Story