/connect-gujarat/media/post_banners/42f471bbdd1abf243e6ee60d825f69a049fee53182e158a544e4541baf1bcd5a.jpg)
અમદાવાદમાં લેબોરેટરી સંચાલકને મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં લેબોરેટરી ખોલાવી દેશે તેવી લાલચ આપી 12 લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે....
અમદાવાદની નિકોલ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં લેબોરેટરી ખોલી આપશે તેવી લાલચે 12 લાખ રૂપિયા પડાવી લેવાયા હોવાની ફરિયાદ નોંધાય છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં નરેશ વાવડીયા. ઘનશ્યામ ગેડીયા અને ભાવિક કાનપરીયા વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ત્રણેય લોકો ઉપર 12 લાખ રૂપિયાની છેતરપીંડીનો આરોપ લાગ્યો છે. ફરિયાદી લેબોરેટરીનો સંચાલક છે અને તેની મુલાકાત પહેલાં નરેશ સાથે થઇ હતી. નરેશ બાદમાં તેની મુલાકાત ડૉ. ભાવિક કાનપરિયા અને ધનશ્યામ સાથે કરાવી હતી. લેબોરેટરી ખોલવા માટે 12 લાખ રૂપિયાની રકમ ડીપોઝીટ પેટે લેવામાં આવી હતી. જો કે ફરિયાદીએ રૂપિયા પરત માંગતા આરોપીઓએ મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા આરોપીઓએ આગોતરા જામીન અરજી કરતાં હાલ આરોપીઓની ધરપકડ પર સ્ટે આપવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસે આરોપી વિરૂધ્ધ પુરાવા ભેગા કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.