Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ગાંધી આશ્રમની થશે કાયાપલટ, 55 એકરમાં બનશે વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ગેલેરી

અમદાવાદ ખાતે આવેલાં ગાંધી આશ્રમનું સરકાર 1,200 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકીકરણ કરવા જઇ રહી છે.

X

સાદગી જેમને અતિપ્રિય છે તેવા મહાત્મા ગાંધીજીના અમદાવાદ ખાતે આવેલાં ગાંધી આશ્રમનું સરકાર 1,200 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકીકરણ કરવા જઇ રહી છે.

અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી મહાત્મા ગાંધીજીએ સન 1930માં દાંડીકુચનો પ્રારંભ કર્યો હતો. આ ગાંધી આશ્રમના સંકુલનું આધુનિકીકરણ કરાય રહયું છે. આશરે 55 એકર વિસ્તારમાં વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફોટો ગેલેરી બનાવવામાં આવશે. જેમાં અંદાજે 1200 કરોડનો ખર્ચ નું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

પ્રોજેક્ટનું કામ કાશી વિશ્વનાથનું નવસર્જન કરનાર બિમલ પટેલને આપવામાં આવ્યું છે. સાથે સાથે આસપાસના વિસ્તાર સાયલન્ટ ઝોન બનાવવામાં આવશે. આશ્રમ મકાનોને હેરિટેજ સ્વરૂપ આપવામાં આવશે ગાંધી આશ્રમની આસપાસ ફાઇવ સ્ટાર હોટલ કે કોઇ પણ બાંધકામને મંજુરી આપવામાં આવશે નહિ. આશ્રમના રીડેવલોપમેન્ટ માટે જગ્યા વધારે જરૂર હોવાથી આશ્રમની બાજુમાં આવેલા મકાનોના માલિક સાથે બેઠક કરવામાં આવી રહી છે. આ મકાનોના બદલે તેમને આશ્રમની પાછળના ભાગે મકાનો આપવામાં આવશે તેવી બાંહેધરી અપાઇ રહી છે. આશ્રમના આધુનિકીકરણ સંદર્ભમાં નવા ટીપી રસ્તા, ગટર લાઈન માટેના પ્લાન તૈયાર કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સૂચના આપી દેવામાં આવી છે. સાથે સાથે વાડજ થી આરટીઓ સુધીનો રસ્તો પણ કાયમી માટે બંધ કરી નવા વૈકલ્પિક રસ્તાની તૈયારીઓ ચાલી રહી છે.

Next Story