Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ગણેશોત્સવને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું; 4 ફૂટની માટીની જ પ્રતિમા રાખી શકાશે

ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું, લાઉડ સ્પીકર માટે પણ પોલીસની લેવી પડશે મંજૂરી.

X

કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા રાજ્ય સરકારે હવે તહેવારોની ઉજવણી પર લાગેલા પ્રતિબંધો હળવા કરી રહી છે અને આ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી કરવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

કોરોના કાળમાં ગત વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે કોરોનાનાં સંક્રમણમાં ઘટાડો નોંધતા ગણેશ મહોત્સવની ઉજવણી કરવાની સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ગણેશ મહોત્સવને લઈને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાં અનુસાર સાર્વજનિક ગણેશ મહોત્સવમાં 4 ફૂટની મૂર્તિ જ રાખી શકાશે, જેમાં માટીની મૂર્તિ ફરજીયાત રાખવાનું કહેવામાં આવ્યું છે.

લાઉડસ્પીકર વગાડવા માટે પણ પોલીસની પરવાનગી લેવી ફરજીયાત રહેશે. ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કૃત્રિમ કુંડમાં જ કરવાનું રહેશે તેમજ વિસર્જનમાં 15 માણસથી વધારે જઈ શકશે નહીં. કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન આયોજકોએ કરાવવાનું રહેશે.

Next Story