અમદાવાદ: વિઘ્નહર્તા હરશે મૂર્તિકારોનું વિઘ્ન ? જુઓ પ્રતિમા બનાવતા કારીગરોની શું છે સ્થિતિ

કોરોના કાળ વચ્ચે ગણેશ મહોત્સવ માટે મંજૂરી, મૂર્તિકારોને સારા વ્યવસાયની આશા.

New Update
અમદાવાદ: વિઘ્નહર્તા હરશે મૂર્તિકારોનું વિઘ્ન ? જુઓ પ્રતિમા બનાવતા કારીગરોની શું છે સ્થિતિ

કોરોના કાળ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ગણેશ મહોત્સવ માટે હાલ પૂરતી છૂટ આપવામાં આવી છે ત્યારે અમદાવાદના જાણીતા ગુલબાઈ ટેકરા ખાતે ગણેશજીની પ્રતિમા બનાવવાની શરૂઆત કરવામાં આવી છે જો કે કોરોના કાળ વચ્ચે મૂર્તિકારો બેકાર બન્યા છે અને તેઓની આજીવિકા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે.

રાજ્ય સરકારે કોરોના ગાઈડલાઈન 31મી ઓગસ્ટ સુધી વધારી છે. સાથે ગણેશ મહોત્સવની ઉજવણી હાલની સ્થિતિને ધ્યાને રાખીને હાલ પૂરતી છૂટ આપી છે. ત્યારે અમદાવાદમાં ગણેશ મૂર્તિ બનાવવા માટે જાણીતા ગુલબાઈ ટેકરા ખાતે મૂર્તિ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. અહીં 5 હજાર કારીગરો મૂર્તિ બનાવતા હોય છે.

જો કે, સરકાર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)ની મૂર્તિ પર પ્રતિબંધ લાદ્યો છે. ત્યારે માટીની મૂર્તિ માંડ 5 ટકા બનાવી શકે છે. POPની મૂર્તિ પ્રતિબંધિત કરી હાલ 50 ટકા લોકો જ મૂર્તિ બનાવી રહ્યા છે અને બાકીના બેકાર બન્યા છે. શહેરના ગુલબાઈ ટેકરામાં અનેક મૂર્તિકાર રહે છે પણ છેલ્લા 2 વર્ષથી તે લોકોની સ્થિતિ દયનીય બની છે કોરોનાના કારણે અહીંના તમામ કારીગરો બેકાર બન્યા છે.

આ વિસ્તારમાં મૂર્તિ બનાવવાનો મૂળ ધંધો છે. અહીં કારીગરોને વર્ષમાં એક જ વાર આવો અવસર આવે જ્યારે તેઓ પોતાની કલા અને મહેનતથી પૈસા કમાઈ છે પરંતુ તેમાં હવે કોરોના અમને નડ્યા છે. પહેલા તો અમે સોનાના દાગીના, ઘર જેવી વસ્તુ ગીરવે મૂકીને પૈસા લેતા હતા. આ વખતે અમારી હાલત એવી છે કે અમે વ્યાજે પણ પૈસા લાવી શકીએ તેવી હિંમત થતી નથી. પહેલા અમને મોટી મૂર્તિના 20 થી 25 હજાર રૂપિયા મળતા હતા પણ હવે 4 ફૂટની મૂર્તિ બનાવવાની છે તેથી કોઈ કમાણી નથી આમ અહીં હજારો કારીગરો ને ડર સતાવી રહ્યો છે કે આ વખતે સરકારે છૂટ તો આપી પણ ગ્રાહક આવશે કે નહિ તે નક્કી નથી.

અહીં દર વર્ષે 6 મહિના અગાઉ ઓર્ડર મુજબ મૂર્તિ બનાવવાનું કામ થતું હોય છે. જો કે અત્યાર સુધી આ વખતે કોઈ ઓર્ડર આપવા માટે આવ્યું નથી. ગણેશ મહોત્સવના એક મહિના પહેલા અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે દિવસ રાત અહીં POPની મૂર્તિ બનતી હોય છે અને હવે માટીની મૂર્તિ બનાવનાર કારીગરો ઓછા જોવા મળી રહ્યા છે ત્યારે આ વર્ષે કારીગરો સારા વ્યવસાયની બાપ્પાને પ્રાર્થના કરી રહ્યા છે.

Latest Stories