સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવવા પોલીસની કવાયત
ઓછા ભાવે કેમિકલ ખરીદીને વધુ કિંમતે વેચવાની લાલચ
નાઈજીરીયન સભ્ય સહિત 6 આરોપીઓની ધરપકડ કરાય
છેતરપિંડી આચરતી નાઈજીરીયન ગેંગના સભ્યો ઝડપાયા
આરોપીઓ ભોગ બનનાર પાસેથી પૈસા ટ્રાન્સફર કરાવતા
અમદાવાદ શહેરમાં ઓછા ભાવે કેમિકલ ખરીદીને આફ્રિકામાં વધુ કિંમતે વેચવાની લાલચ આપી છેતરપિંડી આચરતી નાઈજીરીયન ગેંગનો સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે.
અમદાવાદ શહેર તથા જીલ્લામાં બનતા સાયબર ક્રાઈમના ગુનાઓ અટકાવવા તેમજ આરોપીઓને શોધી કાઢવા અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.માલિકની સૂચનાના આધારે સાયબર ક્રાઇમની ટીમ કામે લાગી હતી. જેમાં બેંગ્લોર અને મુંબઈથી નાઈઝીરીયન સાયબર ક્રાઇમ ગેંગના એક નાઈજીરીયન સભ્ય સહિત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
નિહાર અમરજિત વર્માની ફરિયાદના આધારે આ આરોપીઓને પકડવામાં આવ્યા છે. સદર ગુનાના કામે નાઇજીરીયન ગેંગ દ્વારા ભોગ બનનારનો ઓનલાઈન માધ્યમ દ્વારા સંપર્ક કરી ઓછા ભાવે કેમિકલ ખરીદીને આફ્રિકામાં વધુ કિંમતે વેચવાની લાલચ આપી છેતરપિંડી આચરી હતી.
આ આરોપીઓ દ્વારા સાઇબર ફ્રોડ આચરી અલગ અલગ ભોગ બનનાર પાસેથી જુદા જુદા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી એકાઉન્ટ હોલ્ડર તથા અન્ય આરોપીઓ દ્વારા ચેક તથા ATM મારફતે પૈસા ઉપાડી લઈ તાત્કાલિક મુખ્ય આરોપીને મોકલવામાં આવતા હતા, ત્યારે હાલ તો પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.