અમદાવાદના એક જીએસટી અધિકારીએ એસીબી ટ્રેપથી બચવા પોતાની કાર લઇ ફરાર થવાનો પ્રયત્ન કર્યો અને આ દરમ્યાન ફરિયાદી કાર સાથે ઢસડાતા તેને ગંભીર ઇજા પોહચી છે.પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ડી કેબિનમાં રહેતા વેપારી પ્રિતેશ પટેલ હાઉસ કિપિંગ અને સિક્યુરિટીને લગતા કામ કાજ કરે છે અને તેમની પાસેથી જીએસટીના અધિકારીએ કામ પૂરું કરવા માટે 3000 હજારની લાંચ માંગી હતી પરંતુ વેપારી રૂપિયા આપવા માંગતા ના હતા જેથી તેમણે એસીબી ઓફિસનો સંપર્ક કર્યો હતો.ફરિયાદ મળ્યા બાદ એસીબીએ ચાંદખેડાના વિસત પેટ્રોલ પંપ પાસે ટ્રેપ ગોઠવી અને કાર્યવાહી શરૂ કરી હતી.
ટ્રેપ પ્રમાણે આરોપી જીએસટીના અધિકારી કાર લઈને આવી ગયા હતા અને ફરિયાદી પણ કારમાં બેસી ગયા હતા પ્લાન મુજબ બધુ થઈ રહ્યું હતું.મળતી માહિતી પ્રમાણે આરોપીએ લાંચની રકમ પણ લઈ લીધી હતી પરંતુ તેને રૂપિયા લીધા બાદ શંકા થઈ ગયેલગઈ હતી અને આરોપીએ તાત્કાલિક ફરિયાદ વેપારીને કારમાંથી ધક્કો મારી ફેંકી દીવાની કોશિસ કરી હતી છતાં વેપારીએ સીટ પકડી રાખી હતી અને રોડ પર ઘસડાયા હતા.
વેપારી પડયા બાદ પણ આરોપી અધિકારી પુરપાટ વેગે કાર ચલાવતા રહયા અને ફરાર થઇ ગયા હતા. ફરિયાદી વેપારીને ગંભીર ઇજા પોહ્ચતા તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે ચાંદખેડા પોલીસે આરોપી સામે હત્યાની કોશીશ સહિત અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.