Connect Gujarat

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટનો હીરક મહોત્સવ, સ્મરણિકાનું કરાયું વિમોચન

ન્યાયમૂર્તિ સોનીયાબેન ગોકાણીના માર્ગદર્શનમાં સ્મરણિકાનું સંપાદન કરાયું છે.

X

ગુજરાત હાઈકોર્ટના હીરક મહોત્સવ નિમિત્તે ચાર ભાગમાં પ્રકાશિત કરવામાં આવેલી સ્મરણિકાનું વિમોચન કરાયું છે. ન્યાયમૂર્તિ સોનીયાબેન ગોકાણીના માર્ગદર્શનમાં સ્મરણિકાનું સંપાદન કરાયું છે.....

AAગુજરાત હાઈકોર્ટના હીરક મહોત્સવ અવસરે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એમ.આર.શાહ, વિક્રમ નાથ અને બેલાબેન ત્રિવેદી ઉપસ્થિતિમાં સ્મરણિકાનું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ આર.એમ.છાયા અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ ઉપસ્થિત રહયા હતાં.પ્રાસંગિક ઉદબોધનમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એમ.આર.શાહે જણાવ્યું હતું કે,ષષ્ઠીપૂર્તિ મહોત્સવએ આ મહાન સંસ્થાના દિગ્ગજ ન્યાયમૂર્તિઓ અને વકીલોને યાદ કરવાનો અવસર છે. દેશના સામાન્ય નાગરિકને ન્યાયતંત્રમાં શ્રદ્ધા છે અને એ ટકાવી રાખવાની આપણા સૌની જવાબદારી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સ્મરણિકા એ આપણા સામૂહિક પ્રયાસોનું પ્રતિક છે અને તે નવી પેઢી માટે પ્રેરણારૂપ બનશે. આ અવસરે ઉપસ્થિત રહેલા કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તેમના પ્રાસંગિક ઉદબોધન માં કહ્યું કે, સુશાસનનું મૂળ કાયદાના શાસનમાં છે. અને આજ દિન સુધી આ સુશાસનની સ્થાપના માટે ન્યાયતંત્ર એ બેનમૂન કામગીરી કરી છે. તેમણે કહ્યું કે, ન્યાય જેટલો ઝડપી મળશે એટલી જ રાજ્યની પ્રગતિ પણ ઝડપી બનશે.

Next Story
Share it