Connect Gujarat

અમદાવાદ : ગુજરાત રીન્યુએબલ એનર્જી સેકટરમાં અગ્રેસર : સીએમ વિજય રૂપાણી

બાવળાના રજોડામાં વિન્ડ પ્લાન્ટનું લોકાર્પણ, વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સથી આપી હાજરી.

X

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના બાવળા નજીક રજોડા ખાતે આકાર પામેલા ગુજરાત વિન્ડ પ્રાઇવેટ લિમિટેડના નવા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું.

રજોડા ખાતે પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત રીન્યુએબલ એનર્જી સેકટરમાં પણ નેતૃત્વ લઇ રહ્યું છે. ગુજરાતે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં અગ્રેસર રહેવા નેમ સાથે રિલાયેબલ એન્ડ ક્લીન એનર્જી ક્ષેત્રમાં પોતાની હિસ્સેદારી વધારવાના અનેક આયામો સફળતાપૂર્વક અપનાવ્યા છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વિન્ડ એનર્જીએ કાર્બન ઇમિશન ઘટાડવામાં પણ ઉપયોગી છે.

વિન્ડ એનર્જીના પ્રોજેકટને પરિણામે ર૯ મિલીયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડી શકાય છે. એટલું જ નહિ, ગુજરાતના વિન્ડ પાવર પ્રોજેકટસ દ્વારા ર૯૧પ૩ મિલીયન યુનિટસનું ઉત્પાદન થવાના પરિણામે ૧૧૬ લાખ ટન કોલસાની પણ બચત થઇ છે. આ પ્રસંગે તેમણે કચ્છમાં બની રહેલાં સૌથી મોટા વિન્ડ એનર્જી પ્લાન્ટનું ઉદાહરણ ટાંકયું હતું.

Next Story
Share it