ATSએ અલકાયદા સાથે જોડાયેલા શખ્સોની ધરપકડ
AQISની વિચારધારાનો કરતાં હતા પ્રચાર-પ્રસાર
જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પણ કરતાં હતા પોસ્ટ
ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી
અમદાવાદ અને મોડાસાની 2 શખ્સોનો સમાવેશ
2 શખ્સ દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું
ગુજરાતATSએ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે.
અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલાAQIS (અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરનાર મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસ, સેફુલ્લા કુરેશી મહમદ રફીક અને ઝીશાન અલી આસિફ અલીની ગુજરાતATSએ ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનુંATSની તપાસમાં સામે આવ્યું છે. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. માત્ર એટલું જ નહીં, તેઓ જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા. ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી આવી છે.
ગુજરાતATSએ ધરપકડ કર્યા બાદ અમદાવાદ અને મોડાસાના આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ અંગેATS DIG સુનીલ જોશીએ જણાવ્યું હતું કે, ATSના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને ગત તા. 10 જૂને 5 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અંગે માહિતી મળી હતી. જેમાં શરિયત યા શહાદત, ફરદીન 3, મુજાહિદ્દ 1, મુજાહિદ્દ 3 અને સેફુલ્લા મુજાહિદ્દ 313 આ 5 એકાઉન્ટ અંગે માહિત મળી હતી. આ 5 એકાઉન્ટ એ એક પ્રોસ્ક્રાઈબ ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝેશન છે. જે અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા. એટલું જ નહીં, ભારતીય યુવાઓને ધાર્મિક રીતે દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે ઉશ્કેરણી કરી રહ્યા હતા.