અમદાવાદ : હાટકેશ્વર માર્ગ પર આઇસર ટેમ્પો ચાલકે 4થી વધુ વાહનોને અડફેટે લીધા

હાટકેશ્વર માર્ગ પર આઇસર ટેમ્પો ચાલકે સર્જ્યો અકસ્માત, 4થી વધુ વાહનોને અડફેટે લેતા 3 લોકોને પહોચી ઇજાઓ.

અમદાવાદ : હાટકેશ્વર માર્ગ પર આઇસર ટેમ્પો ચાલકે 4થી વધુ વાહનોને અડફેટે લીધા
New Update

અમદાવાદ શહેરના હાટકેશ્વર CTM માર્ગ પર એક આઇસર ટેમ્પો ચાલકે 4થી વધુ વાહનોને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં 3 લોકોને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના CTM ઓવર બ્રિજના હાટકેશ્વર તરફના છેડે આઇસર ટેમ્પો ચાલકે અકસ્માત સર્જ્યો હતો. વરસતા ઝરમર વરસાદમાં ગફલત ભરી રીતે ટેમ્પો ચલાવી અકસ્માત સર્જાતા 4 બાઈક અને એક લોડિંગ ટેમ્પાને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ આઇસર ટેમ્પો ચાલક પોતાનું વાહન રિવર્સમાં દોડાવા લાગ્યો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા.

અકસ્માતમાં 2 મહિલા સહિત 3 લોકોને નાની મોટી ઇજાઓ પહોચી હતી. બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સહિત ખોખરા પોલિસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે માર્ગ પર થયેલ ટ્રાફિક જામને હળવો કરી પોલીસે વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાવ્યો હતો. અકસ્માતમાં ઘવાયેલા ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આઈસર ટેમ્પો ચાલકને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#road accident #Ahmedabad #Ahmedabad Accident #Connect Gujarat News #Hatkeshwar
Here are a few more articles:
Read the Next Article