Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : હાટકેશ્વર બ્રિજ આખેઆખો નહીં તોડાય, માત્ર ક્ષતિગ્રસ્ત ભાગ જ તોડવામાં આવશે : AMC

સંપૂર્ણ બ્રિજ તોડાશે નહીં. તો બીજી તરફ, કોંગ્રેસે હાટકેશ્વર બ્રિજ મામલે કુલડીમાં ગોળ ભાંગવાને બદલે તેને નાગરિકોને સ્પષ્ટ જણાવવા માટે રજૂઆત કરાય

X

શહેરમાં ભ્રષ્ટાચારનો પર્યાય બન્યો છે હાટકેશ્વર બ્રિજ

બ્રિજને તોડવા માટે AMC દ્વારા ટેન્ડર જાહેર કરાયું

બ્રિજનો ક્ષતિગ્રસ્ત ભાગ જ તોડવા AMCનો નિર્ણય

અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચારનો પર્યાય બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવા માટે AMC દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ટેન્ડર જાહેર કર્યા બાદ વિવાદ વકર્યો છે. કારણ કે, અહીં બ્રિજનો ક્ષતિગ્રસ્ત ભાગ જ તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને સંપૂર્ણ તોડીને તેને સ્થાને નવો બ્રિજ બનાવવા માટે સ્થાનિક રહીશોની રજૂઆત સાથે મ્યુનિ. કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદખાન પઠાણે મેયર સમક્ષ આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી. આ દરમ્યાન મેયરે જણાવ્યું હતું કે, સમગ્ર બ્રિજના તમામ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

જે સ્ટ્રક્ચરને તોડવાની જરૂર નહીં હોવાનું એક્સપર્ટ દ્વારા જણાવાયું છે, તે નહીં તોડવામાં આવે તેવી સ્પષ્ટતા મેયર દ્વારા કરાય છે. એટલે કે, સંપૂર્ણ બ્રિજ તોડાશે નહીં. તો બીજી તરફ, કોંગ્રેસે હાટકેશ્વર બ્રિજ મામલે કુલડીમાં ગોળ ભાંગવાને બદલે તેને નાગરિકોને સ્પષ્ટ જણાવવા માટે રજૂઆત કરાય હતી. સ્થાનિક વેપારીઓ અને રહીશોના પ્રતિનિધિ મંડળની સાથે મ્યુનિ. કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદખાન પઠાણે મેયરને આવેદન પત્ર પાઠવી સ્પષ્ટતા કરવાની માંગ કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે, બ્રિજનો કેટલો ભાગ તોડાશે? બાકીનો ભાગ તોડવા યોગ્ય છે કે કેમ? તે કોણ નક્કી કરશે. બ્રિજ તોડવાની અને તેને બનાવવાની કામગીરીનો ખર્ચ જવાબદાર કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવાની માંગ કરી હતી. આ મામલે મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, બ્રિજની સંપૂર્ણ ટેકનિકલ તપાસ કરાય છે. જે બાદ કયો ભાગ નબળો છે, અને કયો ભાગ યોગ્ય છે, તે ટેકનિકલ નિષ્ણાતોએ જણાવ્યું છે. હાટકેશ્વર બ્રિજના ફક્ત 8 સ્પાનને જ તોડવામાં આવશે.

Next Story