ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રીનો ચાર્જ સંભાળ્યા બાદ અમદાવાદ ખાતે આવેલી સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી હતી. સિવિલની અંદર તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
તાજેતરમાં નવનિયુક્ત આરોગ્યમંત્રી આજે અમદાવાદ ખાતે આવેલ સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી હતી, જેમાં સોલા સિવિલ હોસ્પિટલનું નિરીક્ષણ દરમિયાન આરોગ્ય મંત્રીએ ટોઇલેટમાં ગંદકી જોઇને જવાબદાર અધિકારીને ખખડાવ્યા હતા.
અગાઉ પણ આરોગ્ય મંત્રી અસારવા હોસ્પિટલની મુલાકાત પણ લઈ સુવિધાની ચકાસણી કરવામાં આવી હતી. આરોગ્યમંત્રીએ ત્રીજી લહેર માટે સરકારની તૈયારીઓ પણ બતાવી છે સાથે જ કહ્યું હતું કે, ગુજરાત સરકારે કોરોનાકાળમાં અદભૂત કામગીરી કરી હતી જે બીજા રાજ્યોમાં જોવા મળી ન હતી.
રાજ્યમાં રસીકરણ ખુબ ઝડપી કરવામાં આવી રહ્યું છે. અમે મેડીકલ કર્મચારીઓની કામગીરીના વખાણ કર્યા હતા અને કર્મચારીની જે સમસ્યા છે તે પણ આગામી સમયમાં યોગ્ય નિરાકરણ લાવીશું. આ સાથે જ આગામી નવેમ્બર- ડિસેમ્બર સુધી જનતાને રસીના બન્ને ડોઝ આપી દેવામાં આવે તેવું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે.