/connect-gujarat/media/post_banners/579fc804ab29bc9ca5eb7df0bfed9e980615c7dd8be3204bf1001b009e5ea4f3.webp)
રાજ્યમાં ગરમી દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે પૂર્વથી દક્ષિણ પૂર્વના ગરમ પવનો અને એન્ટિ સાયક્લોનિકની અસરથી ગરમીએ છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.ગુજરાતના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર કરી ગયો છે.
ઉનાળાની શરૂઆત પહેલા ગરમીએ રેકોર્ડ તોડી નાંખ્યો છે. ફેબ્રુઆરીમાં પહેલીવાર ગરમીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેથી આગ ઝરતી ગરમી માટે તૈયાર રહેવું પડશે. 50 વર્ષમાં પ્રથમવાર ફેબ્રુઆરી મહિનાનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હિટવેવની શક્યતા છે. હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદમાં મધ્ય અને લોઅર લેવલ પર એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન રચાયું હતું. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફૂંકાયો છે. 24 કલાક તાપમાન યથાવત રહેશે. ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મહત્તમ તાપમાન 37 થી 39 ડિગ્રી આસપાસ રહેશે.