Connect Gujarat
શિક્ષણ

અમદાવાદ: હાઇકોર્ટના ન્યાયાધીશ અરવિંદ કુમારે સિગ્નલ સ્કૂલનું કર્યું નિરીક્ષણ, જુઓ શું છે પ્રોજેકટ

સિગ્નલ સ્કૂલનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ અરવિંદ કુમારે સિગ્નલ સ્કૂલનું નિરીક્ષણ કર્યું હતું

X

અમદાવાદમાં સિગ્નલ સ્કૂલનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ અરવિંદ કુમારે સિગ્નલ સ્કૂલનું નિરીક્ષણ કર્યું હતું

રાજ્યમાં અમદાવાદમાં સિગ્નલ સ્કૂલ શરુ કરવામાં આવી છે ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ અરવિંદ કુમારે સિગ્નલ સ્કૂલનું નિરીક્ષણ કર્યું હતું..અમદાવાદ શહેરમાં બાળકો ભિક્ષા નહિ પરંતુ શિક્ષા માંગે તે માટે આ પાયલોટ પ્રોજેકટ શરુ કરવામાં આવ્યો છે ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સહીત 2 જજ સિગંલ સ્કૂલની મુલાકાતે પોહ્ચ્યા હતા અહીં તેમણે અભ્યાસ કરતા બાળકો સાથે વાત પણ કરી અને શિક્ષણ કેવું મળે છે તેની માહિતી મેળવી હતી તો બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકો સાથે પણ વાતચીત કરી હતી. બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે તે માટે 5000 રૂપિયાના બોન્ડ આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર લોચન શહેરાએ જણાવ્યું હતું કે 130 જેટલા બાળકો આઈડેન્ટિફાય કરવામાં આવ્યા હતા તેમને ભણાવવામાં આવી રહયા છે આખો પ્રોજેક્ટ માર્ચ મહિનામાં શરુ કરવામાં આવ્યો છે પણ 1 મહિનામાં બાળકો ઘણું શીખ્યા છે અભ્યાસ બાદ બાળકોને નવા સત્રમાં રૅગ્યુરલ સ્કૂલમાં એડમિશન કરાવવામાં આવશે

Next Story