Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: હાઇકોર્ટમાં 16 મહિના બાદ SOPના પાલન સાથે ફિઝિકલ હિયરિંગ થશે શરૂ

ફિઝિકલ હિયરિંગ શરૂ કરવા હાઇકોર્ટનો નિર્ણય, તમામ માટે SOPનું પાલન કરવું આવશ્યક.

X

ગત સમયમાં કોરોનાના વધતાં સંક્રમણને પગલે ગુજરાત હાઇકોર્ટમાં બંધ કરવામાં આવેલ ફિઝિકલ હીયરીંગ 17 ઓગસ્ટથી ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોનાએ દેશના તમામ ધંધા રોજગાર બંધ કર્યા હતા. તેમાં ડીસ્ટ્રીક અને મેટ્રો બાદ ગુજરાત હાઇકોર્ટને પણ ફિઝિકલ હીયરીંગ બંધ કરવાની ફરજ ઉભી થઈ હતી. ગુજરાત હાઇકોર્ટમાં જ્યારથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી કોર્ટમાં વર્ચ્યુઅલ હીયરીંગથી જ કેસ ચલાવવામાં આવતા હતા અને અગત્યના કેસોનું ઇતિહાસમાં પ્રથમવાર યુટ્યુબ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

જેના લીધે વકીલોની હાલત કફોડી બની હતી, પરંતુ કોરોનાની ભયંકર બીજી લહેર હોવાના કારણે ફિઝિકલ હીયરીંગ શરૂઆત કરવાની ઉતાવળ કરવામાં આવી નહોતી અને અંતે હાઇકોર્ટ 16 મહિના બાદ 17મી ઓગસ્ટના ફિઝિકલ હીયરીંગ શરૂ થશે જેમાં તમામ SOPનું પાલન કરવાનું આવશ્યક છે. ફિઝિકલ હીયરીંગ શરૂ કરવાના નિર્ણયને એડવોકેટ એસોસિએશને પણ આવકાર્યો છે. એડવોકેટમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, એડવોકેટ એસોશિયન તરફથી ફિઝિકલ હિયરિંગ શરૂ કરવા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી અને આ અંગે ચીફ જસ્ટિસને પત્ર લખીને પણ રજુઆત કરવામાં હતી. આ ઉપરાંત ગુજરાત એડવોકેટ એસોશિયને હાઇકોર્ટ બહાર ધરણા પણ યોજયા હતા. જોકે, આખરે 16 મહિના બાદ 17 ઓગસ્ટના રોજથી SOPના પાલન સાથે ફિઝિકલ હિયરિંગની શરૂઆત કરવામાં આવશે.

Next Story
Share it