અમદાવાદ : સૌથી મોટા હાઈ પ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ

180 જુગારીઓ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત.

New Update
અમદાવાદ : સૌથી મોટા હાઈ પ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ

ભગવાન જગન્નાથજી રથયાત્રાની તૈયારીઓમાં લાગેલી અમદાવાદની દરિયાપુર પોલીસ ઊંઘતી ઝડપાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલે તંબુ ચોકીથી માત્ર 100 મીટરના અંતરે આવેલા મોટા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. જેમાં 180 જુગારીઓઓ પાસેથી 10.99 લાખ રૂપિયા અને 15 ટુ-વ્હીલર સહિત 15 જેટલી કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

અમદાવાદના દરિયાપુરના મોટા વાઘજીપુરા જોઈને ભલે રહેણાંક વિસ્તાર લાગે, પણ અહીં હાઇ પ્રોફાઇલ કસીનો સ્ટાઇલમાં જુગારધામ ચલાવાતું હતું. મુંબઈની ચાલીની જેમ એસી અને ફ્રીઝની સુવિધા સાથે આ જુગારધામ 7થી 8 બિલ્ડિંગમાં ચાલતું હતું, ત્યારે મનપસંદ જિમખાના પર ગત સોમવારે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળતા જ દરોડાની કાર્યવાહી સાથે જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ જુગારધામમાં 2 રૂપિયાના કોઈનનો 2 હજાર રૂપિયા ભાવ ગણાતો હતો. જે લોકો જુગાર રમવા આવે તેમના રોકડા નાણાં કબ્જે લઈ કોઈન આપી પ્રવેશ આપવામાં આવતો હતો. જોકે, અહીં 16 જેટલા સીસીટીવી કેમેરા સમગ્ર પોળ વિસ્તારમાં લગાડવામાં આવ્યા હતા.

આ જુગારધામમાં 50થી વધુ પોલીસકર્મીઓએ દરોડો કરી 180 આરોપીઓ સાથે 10.99 લાખ રૂપિયા અને 15 ટુ-વ્હીલર તેમજ 15 જેટલી કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ જુગારધામ ચલાવનાર ગોવિંદ પટેલ ઉર્ફે ગામા સાથે આઇપીએસ અધિકારીનો બાતમીદાર અલ્તાફ બાસી પણ ઝડપાયો છે, ત્યારે રેડમાં ગયેલી પોલીસ પણ આ બિલ્ડિંગમાં નિવૃત આઇપીએસ અધિકારીઓના ફોટા જોઈને ચોંકી ઉઠી હતી. અમદાવાદમાં જુગારનો આ સૌથી મોટો દરોડો ગણી શકાય તેમ છે. મનપસંદ જીમખાનાના માલિક ગોવિંદ પટેલના પત્ની ફેમિના હાલ ફરાર છે. આખા બિલ્ડીંગમાં ઠેરઠેર એસી છે. જેથી જુગારીઓ આરામથી બેસી શકે છે. સાથોસાથ નાસ્તા-પાણી અને ઠંડાની પણ સુવિધા ક્લબમાં આપવામાં આવતી હતી. રોજ કરોડો રૂપિયાનો જુગાર આ મનપસંદ ક્બલમાં રમાતો હતો, ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે સૌથી મોટા જુગારધામનો પાર્દાફાશ કર્યો છે.

Latest Stories