અમદાવાદ: હું કોલોનીનો દાદા છુ, હું કઉ એમજ કરવાનું છે, એવું કહી યુવકને છરીના ઘા ઝીંકી દીધા

પોતાના વિસ્તારમાં વર્ચસ્વ જમાવવાના ચક્કરમાં કેટલાક લોકો ગંભીર ગુનાઓ ને અંજામ આપી દેતા હોય છે.

New Update
અમદાવાદ: હું કોલોનીનો દાદા છુ, હું કઉ એમજ કરવાનું છે, એવું કહી યુવકને છરીના ઘા ઝીંકી દીધા

પોતાના વિસ્તારમાં વર્ચસ્વ જમાવવાના ચક્કરમાં કેટલાક લોકો ગંભીર ગુનાઓ ને અંજામ આપી દેતા હોય છે. જોકે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવીને કેટલાક અસામાજીક તત્વો પોતાના વિસ્તારમાં વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન પણ કરતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, છેલ્લા કેટલાક સમયથી સ્ટંટબાજી, ફાયરિંગ કે હથિયારો સાથે અનેક લોકોના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પોલીસે આવા અસામાજીક તત્વો સામે સખ્ત કાર્યવાહી પણ કરી છે. ત્યારે આવો વધુ એક બનાવ સામે આવ્યો છે.

નરોડા રોડ પર રહેતા અનીષ વાઘેલાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, રવિવારે બપોરના બારેક વાગ્યાની આસપાસ તેઓ તેમની કોલોનીમાં આવેલા દશામાંના મંદિર પાસે ઉભા હતાં. તે દરમિયાન દિપક ઉર્ફે લાલો તેમની પાસે આવ્યો હતો. અને કહેવા લાગ્યો હતો કે જા દુકાનેથી રજનીગંધા લઇ આવ. જેથી ફરિયાદીએ રજનીગંધા લઇને તેને આપી હતી. આ દરમિયાન દિપકે ફરિયાદીનો કોલર પકડીને લાફો મારી દીધો અને ગાળો બોલવા લાગ્યો હતો કે, 'હું અહીં કોલોનીનો દાદા છું, હું કહું એમ તમારે કરવાનું.' આવી કહીને લાતો મારવા લાગ્યો હતો. તેમજ તેની પાસે રહેલા ચપ્પાથી ગાલ અને ગળાની જમણી બાજુ ઘા મારતા ફરિયાદીને લોહી વહેવા લાગતા તે ચક્કર ખાઇને નીચે પડી ગયા હતા. જોકે તેમના પત્ની ત્યાં આવી પહોચતાં તેમણે ફરિયાદીને વધુ મારમાંથી છોડાવ્યા હતાં. આ બન્યા બાદ પણ આરોપીએ ધમકી આપી હતી કે, આ બાબતે કોઇ પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશ. જોકે ફરિયાદી ને ખુબ જ લોહી નીકળતુ હોવાથી તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

Latest Stories