/connect-gujarat/media/post_banners/dc7eaf3e8b3a6d98a0dbd6c80009c79e5caf81dbd43fbf160ebe637152bcf40e.jpg)
અમદાવાદના યુનિવર્સીટી રોડ પર જવાનું થાય ત્યારે ત્યાં બનાવવામાં આવેલાં ટ્રાફિકબુથને અવશ્ય જોજો....
અમદાવાદને સ્માર્ટ સીટી બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે અમદાવાદની ઓળખ જ બદલાઇ રહી છે. શહેરમાં ટ્રાફિક બુથને પણ હવે અલગ લુક આપવામાં આવી રહયો છે. સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ માટે બનાવવામાં આવતાં બુથ નાની ઓરડી કે પતરાના શેડ મારી ઉભા કરી દેવાય છે જયારે કેટલાય સ્થળોએ તો ટ્રાફિક બુથ જ હોતા નથી.. પણ હવે અમદાવાદ પોલીસ એક નવતર અભિગમ સાથે આગળ વધી રહી છે. યુનિવર્સિટી પાસે વોકી ટોકી થીમ પર ટ્રાફિક બુથ બનાવવામાં આવી છે નવા અંદાજમાં બનેલ ટ્રાફિક ચોકી લોકો માટે પણ આકર્ષક નું કેન્દ્ર બની છે.
આ પહેલા પંચવટી સર્કલ પાસે પણ અનોખા અંદાજમાં ટ્રાફિક બુથ બની ચુકયું છે. હવે ગુજરાત યુનિવર્સિટીની પાસે બનેલી ચોકીમાં પેન્ટ્રી, વોશરૂમ સહિતની વ્યવસ્થા કરાય છે. અમદાવાદમાં 200 જેટલા આવા ટ્રાફિક બુથનું નિર્માણ કરવાનું આયોજન છે. અને તેમની ડીઝાઇન અલગ અલગ રાખવામાં આવશે. યુનિવર્સિટીમાં વોકી- ટોકી સ્ટાઈલનું ટ્રાફિક પોલીસ બુથ બનાવાયું છે.