Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : વેકસીન નહિ લીધી હોય તો તમને બગીચાઓમાં "No Entry"

વેકસીન બાબતે હવે તંત્ર બન્યું કડક, વેકસીન સર્ટી વિના બાગમાં નહિ મળે પ્રવેશ

X

અમદાવાદમાં દરેક લોકો વેકસીન લે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કડક વલણ અખત્યાર કરી રહયું છે. એએમટીએસ અને બીઆરટીએસની બસ બાદ હવે બગીચાઓમાં પણ વેકસીન લીધા વિનાના લોકોના પ્રવેશ પર પાબંધી ફરમાવી દેવામાં આવી છે.

અમદાવાદમાં હવે કોરોનાની વેકસીન નહિ લેનારા લોકોએ વેકસીન લઇ લેવી હિતાવહ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વેકસીન નહિ લેનારા લોકોને એએમટીએસ અને બીઆરટીએસની બસોમાં મુસાફરી નહિ કરવા દેવાનો નિર્ણય લીધો છે. હવે જે લોકોએ વેકસીન નહિ લીધી હોય તેમને બગીચાઓમાં પણ પ્રવેશ આપવામાં આવશે નહિ. બગીચાઓમાં આવનારા લોકોએ પગીને ફરજિયાતપણે વેકસીન લીધી હોવાનું સર્ટીફીકેટ બતાવવાનું રહેશે.

બગીચામાં આવતા તમામ લોકો પણ માની રહ્યા છે કે મ્યુનિસિપલ આ નિર્ણય સારો સારો છે. વેક્સીન લીધેલા લોકોને પ્રવેશ આપવામાં આવતો હોવાથી કોરોના સંક્રમણનો ખતરો આપોઆપ ઘટી જાય છે. બગીચાઓમાં ખાસ કરીને બાળકોની સંખ્યા વધારે હોય ત્યારે આ નિર્ણય યોગ્ય છે.

Next Story