Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પોલીસ અને ગરબા આયોજકો વચ્ચે યોજાય મહત્વની બેઠક, જુઓ શું લેવાયા નિર્ણય

કોરોનાકાળના બે વર્ષ બાદ જ્યારે નવરાત્રીનું પર્વ ઉજવી રહ્યું છે ત્યારે આજે શહેર પોલીસ દ્વારા કોમર્શિયલ ગરબાના આયોજન સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

X

રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં 70થી વધુ મોટા નવરાત્રી મહોત્સવના આયોજન કરવામાં આવ્યા છે ત્યારે શહેર પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા આજે ગરબા આયોજક સાથે એક બેઠક કરવામાં આવી હતી અને સુરક્ષા જેવા મુદ્દાને ધ્યાને લઈ સૂચનો કરવામાં આવ્યા હતા

કોરોનાકાળના બે વર્ષ બાદ જ્યારે નવરાત્રીનું પર્વ ઉજવી રહ્યું છે ત્યારે આજે શહેર પોલીસ દ્વારા કોમર્શિયલ ગરબાના આયોજન સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં નવરાત્રી આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી.શહેર ટ્રાફિક અધિકારી સહિત પોલીસ અધિકારીઓ આ બેઠકમાં સામેલ થયા હતા ગરબા આયોજકોએ પાર્કિંગની વ્યવસ્થા કેવી રાખી છે ઉપરાંત ગરબે રમવા આવતા લોકો માટે સલામતી ના પગલાં કેવા લેવામાં આવ્યા છે.ખાસ કરીને મહિલાઓ માટે સલામતી ના તમામ પગલાં લેવા સીસીટીવી ખાસ લગાવવા માટે સૂચન. પણ કરવામાં આવ્યું છે તો નવરાત્રી દરમિયાન ધૂમ બાઈક લઈને નીકળતા રોમીયો માટે ખાસ પોલીસની ટીમ બનાવવામાં આવી છે.શહેર પોલીસ દ્વારા ગરબા આયોજકોને તમામ સૂચનાઓનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે

Next Story