Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ:વાડજ પોલીસ સ્ટેશનમાં કિન્નરો વચ્ચે બબાલ, છરી વડે હુમલો કરાયો

શહેરમાં ફરી એક વખત કિન્નરો વચ્ચેની લડાઈ સામે આવી છે. જેમાં પોલીસ સ્ટેશનની અંદર આવેલા કિન્નરને મારવા માટે અન્ય કિનારો આવી પહોંચ્યા હતા.

X

અમદાવાદ શહેરમાં ફરી એક વખત કિન્નરો વચ્ચેની લડાઈ સામે આવી છે. જેમાં પોલીસ સ્ટેશનની અંદર આવેલા કિન્નરને મારવા માટે અન્ય કિનારો આવી પહોંચ્યા હતા. એક કિન્નરે પોતાની પાસે રહેલી છરી વડે બીજા કિન્નર પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.

અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બહેરામપુરા વિસ્તારમાં રહેતા દામિની દે નામના કિન્નરે જણાવ્યું છે કે, કામિની નામનો એક કિન્નર અગાઉ કેટલાક ગુનામાં સંડોવાયેલો છે. તે વાડજ પોલીસ સ્ટેશનમાં આવ્યો હોવાની મને જાણ થતા હું વાડજ પોલીસ સ્ટેશન ગયો હતો. ત્યાં હું ફરિયાદ રૂમમાં ગયો ત્યારે પાછળથી કામિની દે આવ્યો અને પોતાના પર્સમાંથી છરી કાઢી મને મારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અચાનક મેં વચ્ચે હાથ લાવી દીધો હતો, જેના કારણે મારા હાથ પર ગંભીર ઈજા થઈ હતી અને લોહીલોહાણ થઈ ગયો હતો. વાડજ પોલીસ સ્ટેશનમાં જ બનેલી આ ઘટના બાદ મેં આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે મારી ફરિયાદ નોંધી છે. બીજી તરફ કામિની દે સામે બીજા પણ ગુના છે, જેની તપાસ ચાલી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે, પોલીસ સ્ટેશનમાં જ આ પ્રકારની ઘટના સામે આવતા લોકો અચંબામાં મુકાઈ ગયા છે.

Next Story