/connect-gujarat/media/post_banners/063cb4d623a1b4bf64da27a8d6de93810d1a5c0a136eaa1df6dbd448b2663956.webp)
ભારતના નામાંકિત અગ્રણી ઉદ્યોગપતિ જીંદાલ પરિવારના હસ્તે ભવ્ય JSW SPP બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ
આઇઆઇએમ અમદાવાદ અને JSW ગ્રૂપના મહાનુભાવોએ JSW સ્કૂલ ઑફ પબ્લિક પોલિસીના આઇઆઇએમએ કેમ્પસમાં નવનિર્મિત અત્યાધુનિક ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું.આ ભવનની ડિઝાઇન હાર્વર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ડિઝાઈનના ફેકલ્ટી, પ્રખ્યાત આર્કિટેક્ટ અને કેળવણીકાર રાહુલ મેહરોત્રા દ્વારા કરવામાં આવી છે.અગ્રણી વૈશ્વિક મેનેજમેન્ટ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ અને 22 બિલિયન યુએસ ડોલરના ભારતના અગ્રણી બિઝનેસ સમૂહ JSW ગ્રૂપના મહાનુભાવોએ JSW સ્કૂલ ઑફ પબ્લિક પોલિસીના ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું જે આઇઆઇએમએ ન્યૂ કેમ્પસ ખાતે અત્યાધુનિક મલ્ટી-ફેસિલિટી સેન્ટર ધરાવે છે.આ બિલ્ડીંગની ડિઝાઇન હાર્વર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ડિઝાઈનના ફેકલ્ટી, પ્રખ્યાત આર્કિટેક્ટ અને કેળવણીકાર રાહુલ મેહરોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. આ ભવનમાં એક વિશાળ ફોરમ, 120 સીટર ઓડિટોરિયમ, ક્લાસરૂમ, 60 સીટર અને 30 સીટરના બે સેમિનાર રૂમ, આઠ સિન્ડિકેટ રૂમ, 18 ફેકલ્ટી ઓફિસ, લાયબ્રેરી એક્સ્ટેંશન, પ્રોગ્રામ ઓફિસ અને સંશોધન અને શિક્ષણ સહાયકો માટેની જગ્યાઓ બનાવવામાં આવી છે