Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ:બિલ્લી પગે કોરોના કેસમાં વધારો,2 વિસ્તારો માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર

અમદાવાદમાં કોરોનાએ માથું ઉચકતા શહેરમાં વધુ બે વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં છે.

અમદાવાદ:બિલ્લી પગે કોરોના કેસમાં વધારો,2 વિસ્તારો માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર
X

દિવાળી બાદ રાજ્યમાં ધીમા પગલે કોરોના કેસ વધી રહયા છે ખાસ કરીને અમદાવાદમાં કોરોનાએ માથું ઉચકતા શહેરમાં વધુ બે વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં છે. હાલમાં આ વિસ્તારમાં કોરોનાનાં ચાર કેસ નોંધવામાં આવ્યાં છે. આ નવાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આંબાવાડી અને નવરંગપુરાનો પશ્ચિમ વિસ્તારનો સમાવેશ થાય છે. આંબાવાડીમાં આવેલાં પોલિટેકનિકની પાસે કર્મણ્ય ફ્લેટનાં આઠ ઘર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યાં છે. જ્યાં 18 લોકો રહે છે. જ્યારે નવરંગપુરાના શ્રેયસ ટેકરા પાસે આવેલા તુલિપ સીટેલનાં G બ્લોકનો ચોથો, પાંચમો અને છઠ્ઠો માળ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યો છે.

અહીં ત્રણ ફ્લોર પર છ ફ્લેટ આવેલાં છે. જેમાં 20 લોકો રહે છે.AMC દ્વારા ગત અઠવાડિયે પણ બે વિસ્તારમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉભા કરવામાં આવ્યાં હતાં. શહેરનાં ઇસનપુર અને ચાંદખેડા વિસ્તારમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હતાં. હાલમાં શહેરમાં ઠેર ઠેર કોવિડ ટેસ્ટિંગ બૂથ ઉભા કરી દેવામાં આવ્યાં છે. તથા AMC હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ઘરે ઘરે જઇને સ્ક્રિનિંગ અને સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું છે.હાલમાં એક તરફ ડબલ સિઝન અને કોરોના માથું ઉચકતાં અમદાવાદ પરેશાન છે. આ સિઝનમાં શરદી, કફ તાવ ઝડપથી પકડાઇ જાય છે અને બીજી તરફ કોરોનાએ ફરી એક વખત પગ પેસારો કરતાં અમદાવાદીઓની ચિંતા વધી ગઇ છે. ત્યારે હવે તકેદારી વધુ રાખવી પડશે અને જરૂરવાગર બહાર જવાનું ટાળવું એ જ હિતાવહ રહેશે.

Next Story