Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રસીનો બીજો ડોઝ લેવામાં ઉદાસીનતા, 10 લાખથી વધુ લોકોએ બીજો ડોઝ લીધો જ નથી

10 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો નથી શહેરમાં વિવિધ સ્થળોએ ઉભા કરવામાં આવ્યાં ટેન્ટ તેલ મફત આપવા સહિત અનેક સ્કીમ પણ અપાય

X

કોરોના વાયરસના નવા વેરીયન્ટ ઓમીક્રોનના પગપેસારા વચ્ચે અમદાવાદમાં રસીકરણને સઘન બનાવવામાં આવી રહયું છે જેના ભાગરૂપે અમદાવાદમાં લોકોને રસી મુકાવવામાં સરળતા રહે તે માટે ટેન્ટ ઉભા કરાયાં છે. અમદાવાદ શહેરમાં વેકસીનેશનને વેગ આપવા માટે લોકોને પ્રલોભનો ઉપરાંત કડક તપાસ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે તેમ છતાં હજુ 10 લાખ લોકોએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. શહેરમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેવી વ્યક્તિ હવે ખૂબ ઓછી છે, પણ બીજો ડોઝ ન લીધો હોય તેમની સંખ્યા વધારે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરના અલગ અલગ વિસ્તારમાં ટેન્ટમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરાય છે.

લોકો રસીનો બીજો ડોઝ લે તે માટે તેલનાં પાઉચ વહેંચવાં, સિનિયર સિટીઝન્સ તથા અશક્તને ઘરે જઈને વેક્સિન આપવા જેવા પ્રયોગો પણ કરાયાં. આ ઉપરાંત રસી ન લેનારાને બગીચા, જાહેર સ્થળો, એએમટીએસ, બીઆરટીએસ, મ્યુનિ. કચેરીમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મોલ-હોટેલો, ઓફિસોમાં તપાસ કરી વેક્સિન ન લેનારા સામે કાર્યવાહી પણ કરાઈ છે. જોકે તેમ છતાં હજુ આજે પણ 10.57 લાખ નાગરિકોને બીજો ડોઝ આપવાનો હજુ બાકી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અલગ ટેન્ટ ઉભા કરી જે લોકો વેક્સીન આપવામાં આવી રહી છે અને જ્યા કોરોના ટેસ્ટિંગ થાય છે ત્યાંજ શહેરીજનોને વેક્સીનેટેડ કરવામાં આવી રહયાં છે જે લોકો કોરોના ટેસ્ટ માટે આવે તેને વેક્સીન લીધી છે કે નહિ તે પૂછવામાં આવે છે અને ના લીધી હોઈ તો વેકસીન આપવામાં આવે છે.

Next Story