/connect-gujarat/media/post_banners/e9a3c370db137d0d28591f56e3d108bf97e56e47544910841124711d1cf980b6.jpg)
અમદાવાદમાં નિર્માણ પામેલ બ્રિજ પર અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવાના હેતુસર પોલીસ દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે જેમાં અલગ અલગ બ્રિજ પર 30 જેટલા કોનકેન મિરર લગાવવામાં આવ્યા છે જેનાથી અકસ્માતના પ્રમાણમાં ઘટાડો થશે એવો અંદાજ લગાવાય રહ્યો છે
અમદાવાદમાં ટ્રાફિક વિભાગ દ્વારા બ્રિજ પર કોનકેન મિરર લગાવવામાં આવ્યા છે. આ મિરર અમદાવાદમાં 30 બ્રિજ પર લગાવવામાં આવ્યા છે. આ મિરર થી બ્રિજની બાજુમાંથી આવતા જતા વાહન ચાલકને દેખાઈ શકે અને ખબર પડે કે બીજો વાહન ચાલક કેટલે છે તેણે વાહન કઈ દિશામાં લઈ જવું.જેથી અકસ્માત થતા અટકાવી શકાય. ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા બ્રિજ તો બનાવવામાં આવ્યા છે પરંતુ આ બ્રિજ પર દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે જે રોકવા આ પ્રયોગ કરવામાં આવ્યો છે ત્યારે આ પ્રયોગનું ટ્વીટ કેન્દ્રીય રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગે જોતા તેને રીટ્વીટ કરી બિરદાવ્યું હતું અને સમગ્ર દેશમાં આ પ્રકારે બ્રિજ પર મિરર લગાવો એવું કહેવામાં આવ્યું છે.