અમદાવાદ: IT વિભાગે 40 સ્થળો પર મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ, મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના

અમદાવાદમાં આઇટી વિભાગ દ્વારા એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સ પર દરોડા પાડવામાં આવ્યા છે જેમાં કુલ 40 જગ્યા પર IT ના દરોડા છે

New Update
અમદાવાદ: IT વિભાગે 40 સ્થળો પર મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ, મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના

અમદાવાદમાં આઇટી વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં ASTRAL અને રત્નમણિ મેટલ્સ પર IT વિભાગે દરોડા પાડી સપાટો બોલાવ્યો હતો

અમદાવાદમાં આઇટી વિભાગ દ્વારા એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સ પર દરોડા પાડવામાં આવ્યા છે જેમાં કુલ 40 જગ્યા પર IT ના દરોડા છે.અમદાવાદ,મુંબઇ,દિલ્હી સહિત શહેરોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મોટી સંખ્યમાં બેનામી વ્યવહારો મળે તેવી માનવમાં આવી રહ્યું છે. એસ્ટ્રલ પાઇપનાં ચેરમેન સંદિપ એન્જિનીયરને ત્યાં તપાસ કરવામાં આવી હતી.અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગે એકસાથે 25 સ્થળે રેડ પાડી કાર્યવાહી હાથ ધરી છે..શહેરમાં રત્નમણિનાં ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યારે બંને કંપનીનાં અન્ય ડાયરેક્ટરોને ત્યાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સાથે ગુજરાત બહાર 15 જગ્યાએ સર્વે હાથ ધરાયો, અમદાવાદમાં પાડવામાં આવેલા દરોડામાં ઇન્કમટેક્ષ વિભાગના 150થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા

Latest Stories