અમદાવાદ : એક સાથે 35 જગ્યાએ આઇટીનું સર્ચ, ગુજરાત બહાર પણ ITની તપાસ લંબાવાઇ

શહેરમાં એક સાથે 35 થી 40 જગ્યાએ ITની રેડ પાડવામાં આવી. શહેરના ઇસ્કોન ચોક પાસે આવેલી કોર્પોરેટ ઓફિસ પર ITએ તપાસ હાથ ધરી છે.

New Update
અમદાવાદ : એક સાથે 35 જગ્યાએ આઇટીનું સર્ચ, ગુજરાત બહાર પણ ITની તપાસ લંબાવાઇ

અમદાવાદ શહેરમાં એક સાથે 35 થી 40 જગ્યાએ ITની રેડ પાડવામાં આવી. શહેરના ઇસ્કોન ચોક પાસે આવેલી કોર્પોરેટ ઓફિસ પર ITએ તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ હિંમતનગર ફેક્ટરી પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.

અમદાવાદમાં IT વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. ટાઇલ્સ ઉત્પાદક એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિ. પર ITના દરોડા પાડવામાં આવ્યા છે. શહેરમાં એક સાથે 35 થી 40 જગ્યાએ ITની રેડ પાડવામાં આવી છે. આઇટી રેડ તમામ ભાગીદારોને ત્યાં કરવામાં આવી છે. શહેરમાં કમલેશ પટેલ, કાળીદાસ પટેલ, સુરેશ પટેલ અને મુકેશ પટેલને ત્યાં તપાસ ચાલી રહી છે. ગુજરાત બહાર પણ ITની તપાસ લંબાવાઇ છે. મોરબીમાં રહેલા જોઇન્ટ વેન્ચર ત્યાં પણ IT વિભાગે તપાસ હાથ ધરી છે. IT વિભાગે પોલીસના મોટા કાફલા સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ તપાસમાં ITના 200 અધિકારીઓ જોડાયા છે.એશિયન ગ્રેનિટો ઈન્ડિયા પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે અને એનું મુખ્ય મથક ગુજરાતમાં છે. કમલેશ પટેલની માલિકીની એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડએ ભારતની સૌથી મોટી ટાઇલ્સ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ બનાવતી કંપનીઓમાની એક છે ગુજરાત અને ગુજરાતની બહાર અનેક બ્રાન્ચો આવેલ છે. આ આઇટી રેડમાં મોટાપાયે ચોરી મળી આવે તેવી સંભાવના છે.

Latest Stories