/connect-gujarat/media/post_banners/1e5c0e18f5fbe583dde9af14e4003b8aca722aaaf46e447d3138a0847466bb8a.webp)
ફૂડ સેફટી ઈન્ડેક્સમાં ગુજરાત દેશભરમાં છેલ્લા ચાર વર્ષથી અગ્રેસર. ૭મી જૂન ઉજવાશે પાંચમો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ. આ દિવસે ‘સ્વચ્છ અન્ન સ્વસ્થ જન’ ના મંત્રને સાકાર કરતું ગુજરાત...કાંકરિયા, અમદાવાદ દેશનું સૌપ્રથમ FSSAI માન્ય "ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ":રાજ્યમાં હાલ ૮ ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ.
ફૂડ સેફટી ઈન્ડેક્સમાં ગુજરાત દેશભરમાં છેલ્લા ચાર વર્ષથી અગ્રેસર છે. એમાંય અમદાવાદના કાંકરિયા ફૂડ માર્કેટે દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સ્વસ્થ શરીર માટે સલામત અને પૌષ્ટિક ખોરાક ખૂબ જ જરૂરી છે, આજના ભેળસેળ યુક્ત યુગમાં દૂષિત ખોરાક અને પાણીની આરોગ્ય પર થતી અસરો પર ધ્યાન કેન્દ્રિત કરવા સંયુક્ત રાષ્ટ્રસંઘે ૭ મી જૂનને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને ૭ જૂન, ૨૦૧૯ એ પ્રથમ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવ્યો. આ વર્ષે પાંચમો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ‘ખાદ્ય ધોરણો જીવન બચાવે છે’ (Food Standards Save Lives)ની થીમ પર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા વિકાસપથ પર ગુજરાત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ સતત આગળ વધી રહ્યું છે. તીવ્ર ગતિએ વિકાસ પામી ભારત વિકસિત દેશોની હરોળમાં સામેલ થવા તરફ અગ્રેસર છે અને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનેલ છે ત્યારે છેવાડાનો માનવી સ્વસ્થ રહે તે માટે ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત આવશ્યક છે. સ્ટેટ ફૂડ સેફટી ઈન્ડેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ધારાધોરણ નક્કી કરવામાં આવ્યાં છે. ફૂડ સેફટીના ઓવરઓલ પરફોર્મન્સ ના આધારે રાજ્યની પસંદગી કરવામાં આવે છે. આ ધારાધોરણોમાં ફૂડ સેમ્પલિંગ, ટેસ્ટિંગ, લેબોરેટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોમ્પ્લાયન્સ, ટ્રેનિંગ, લાયસન્સ અને રજીસ્ટ્રેશન તથા રાજ્યમાં મળતા ખોરાકની ગુણવતા ઉપર ભાર મૂકવામાં આવે છે. આ ફૂડ સેફટી ઈન્ડેક્સમાં ગુજરાત છેલ્લા ચાર વર્ષથી અગ્રીમ સ્થાન મેળવતું આવ્યું છે. ત્યારે આ વખતે અમદાવાદનું કાકરિયા સૌપ્રથમ FSSAI માન્ય "ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ" બન્યું છે.