અમદાવાદ: કર્ણાવતી ક્લબમાં કમલમ અને ફળ મહોત્સવ શરૂ, 35% ઉત્પાદન સાથે ગુજરાતઅગ્રેસર

રાજ્યમાં કમલમ ફ્રુટ નું અસરકારક ઉત્પાદન, દેશમાં 35 ટકા કમલમ ફૂટનું ઉત્પાદન રાજ્યમાં.

New Update
અમદાવાદ: કર્ણાવતી ક્લબમાં કમલમ અને ફળ મહોત્સવ શરૂ, 35% ઉત્પાદન સાથે ગુજરાતઅગ્રેસર

અમદાવાદના કર્ણાવતી ક્લબમાં કમલમ અને ફળ મહોત્સવ 2021નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમદાવાદમાં ફાર્મ ફ્રેશ કમલમ અને ફળ મહોત્સવ 2021નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઔષધીય તથા એન્ટી ઓક્સીડન્ટ્સ ગુણધર્મોથી ભરપુર ડ્રેગન ફ્રૂટ કમલફળમાંથી ખેડૂતો દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટ્સનું સીધું જ વેચાણ કરવામાં આવશે.

આ મહોત્સવ 2થી 6 સપ્ટેમ્બર 2021 સુધી કર્ણાવતી ક્લબમાં સવારે 9થી સાંજના 8 વાગ્યા સુધી યોજાશે. જેનો કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર દેશમાં કમલમ ડ્રેગન ફ્રૂટના કુલ ઉત્પાદનમાં 35% ઉત્પાદન સાથે ગુજરાતઅગ્રેસર રહ્યું છે. ત્યારે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, ગુજરાતનો ખેડૂત સ્વસ્થ અને સમૃદ્ધ બને. ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર બને તે માટે હવે દેશભરમાં ખેડૂતો માટે મોડેલ બનશે.જેમાં ખેડૂતોને કમલમ ફ્રૂટના વાવેતર વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ હેક્ટર દીઠ.1.25 લાખ રૂપિયાની નાણાકીય બાગાયતી ખેતી માટે આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

જેના પગલે રાજ્યના 25 જિલ્લામાં 1200 જેટલા વિસ્તારમાં આ ફ્રુટનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદ શહેરના કર્ણાવતી ક્લબમાં કમલમ અને ફળ મહોત્સવ 2021 નો પ્રારંભ કરાવી નગરજનો માટે ખુલ્લો મુક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી અને દેશના અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારના ફેસ્ટિવલની આગેવાની લેવા માટે ગુજરાતને આહવાન કર્યું હતું.

Latest Stories