અમદાવાદ: અપહરણ કરાયેલ બાળક હારીજમાંથી મળી આવ્યો, બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું હોવાનો ખુલાસો

અમદાવાદના સોલા વિસ્તારમાંથી અપહરણ કરાયેલ બાળક પાટણના હારીજ ખાતેથી મળી આવ્યું હતું.

New Update
અમદાવાદ: અપહરણ કરાયેલ બાળક હારીજમાંથી મળી આવ્યો, બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું હોવાનો ખુલાસો

અમદાવાદના સોલા વિસ્તારમાંથી અપહરણ કરાયેલ બાળક પાટણના હારીજ ખાતેથી મળી આવ્યું હતું. બાળક પાસે ભીખ મંગાવવા ઉપરાંત તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

અમદાવાદના સોલા વિસ્તારમાંથી બાળકના અપહરણ થવાની ઘટના સામે આવી હતી. જે બાદ અપહરણકર્તા તેને પાટણ જિલ્લાના હારિજ ખાતે લઇ ગયો હતો અને ત્યાં તેની પાસે ભીખ મંગાવવાનુ અને કચરો મેળવવાનું કામ કરતો હતો. અપહરણ કરનાર વ્યક્તિએ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. બાળક જ્યારે રોડ પર બાળક રડતો હતો ત્યારે એક પોલીસ કર્મી ને શંકા જતા બાળકની પૂછપરછ હાથ ધરી હતી. જે બાદ બાળકને હારીજ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ તપાસમાં સમગ્ર બાબત સામે આવી હતી. સોલા પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા અને જ્યાં ઊંડાણપૂર્વક તપાસ કરી સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે જ્યારે પોલીસ આરોપી મામલે વધુ તપાસ હાથ ધરી છે, આ અપહરની ઘટનામાં અન્ય કોઈ ગેંગ સક્રિય છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ ચક્રોગતિમાન કર્યા છે.