અમદાવાદ: સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા મારી આધેડની હત્યા,આરોપીની ધરપકડ

અમદાવાદ બહેરામપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ શખ્સે પેટમાં છરી મારી 45 વર્ષિય આધેડને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

New Update
અમદાવાદ: સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા મારી આધેડની હત્યા,આરોપીની ધરપકડ

અમદાવાદ બહેરામપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ શખ્સે પેટમાં છરી મારી 45 વર્ષિય આધેડને મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ મામલે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક જ દિવસમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદના ખોડીયારનગર બહેરામપુરા પાસે આરોપી પ્રવિણનો અને બુદ્ધિલલા નામના આધેડ સાથે કોઇ કારણસર બોલાચાલી થઈ હતી ત્યારબાદ મોટો ઝઘડો થતા પ્રવિણે પેટની ડાબી બાજુ છરીનો જીવલેણ ઘા મારતા બુધીલાલાનું મોત નીપજ્યું હતું. જેથી આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને ગુન્હામાં સંડોવાયેલ ઇસમને ઝડપથી શોધી કાઢવા સારૂ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તથા સ્ટાફના માણસોને સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.બાતમીદારો મારફતે પ્રયાસ હાથ ધર્યા હતા.પોલીસે ગણતરીના કલાકમાં આરોપી પ્રવિણને સુભાષબ્રિજ સર્કલ પાસેથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories