/connect-gujarat/media/post_banners/8586a45f9e2f7c875b6b08ac84ba56a9ded24122d9501d7d24e9f4b0f545179f.jpg)
રાજ્યમાં પેટ્રોલના પુરવઠાની અછતમાં સમાચાર વચ્ચે અમદાવાદવાસીઓ માટે માઠા સમાચાર આવ્યા છે શહેરના અનેક વિસ્તારોમાં પેટ્રોલ પમ્પ પર પુરવઠો ખૂટી જતા અફરાતફરી મચી ગઈ છે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં અંદાજે 10 થી વધુ પેટ્રોલ પંપ બંધ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં અનેક શહેરોમાં પેટ્રોલ પમ્પ પર પુરવઠો ખૂટી રહ્યો છે. છેલ્લા અનેક દિવસોથી પેટ્રોલ પમ્પ પર લાંબી લાઈનો લાગી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે અમદાવાદના માનસી ચાર રસ્તા અને પૂર્વ અમદાવાદના પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ખૂટી જતા અફરાતફરી મચી ગઈ છે. પેટ્રોલ પુરાવવા આવતા ગ્રાહકોને ના પાડવામાં આવતા તેઓ નિરાશ થયા છે. ગ્રાહકોનું કેહવું છે કે પેટ્રોલ જીવન જરૂરી છે પણ અત્યારે મળતું નથી તકલીફ થઇ રહી છે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ.
બીજીબાજુ રાજ્ય સરકારે ગઈકાલે સ્પષ્ટતા કરી હતી કે પેટ્રોલનો પર્યાપ્ત જથ્થો છે પણ આજે અમદાવાદમાં અનેક પેટ્રોલ પમ્પ પર જથ્થો ખૂટી જતા લોકોની ધીરજ ખૂટી રહી છે. શહેરના પોશ વિસ્તારમાં પણ અનેક પેટ્રોલ પમ્પ સૂના પડયા છે અનેક લોકોને નોકરી કે કામકાજના અર્થે બહાર ગયા હોઈ તેમની હાલત કફોડી બની છે. પેટ્રોલનો પુરવઠો કેમ નથી આવ્યો શું કારણ છે તેની સ્પષ્ટતા હજી થઇ નથી, પણ જે રીતના સ્થિતિ બની રહી છે તે ચિંતાજનક છે.