Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: રથયાત્રા સંદર્ભે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં DCP સહિતના પોલીસ અધિકારીઓનું મોડી રાત્રે બાઈક પેટ્રોલિંગ

અમદાવાદમા ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે ત્યારે પોલીસ દ્વાર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા અત્યારથી જ કમરકસી છે.

X

અમદાવાદમા ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે ત્યારે પોલીસ દ્વાર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા અત્યારથી જ કમરકસી છે.

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રથયાત્રામાં ભગવાનના રથો શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરે છે. આ સમયે શહેરના અનેક સંવેદનશીલ વિસ્તારોમાંથી રથયાત્રા નીકળે અને તે સમયે કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ ન થાય તેનો એક્શન પ્લાન અમદાવાદ શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો છે. શહેરના સંવેદશલ વિસ્તારમાં રાત્રે શું સ્થિતિ હોય છે તે જાણવા માટે ઝોન 3ના ડીસીપી સુશીલ અગ્રવાલ જાતે જ બાઈક લઈને આખા રથયાત્રાના રૂટમાં ફર્યા હતા. તેમની સાથે તેમનો સ્ટાફ અને અલગ-અલગ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર પણ જોડાયા હતા. રથયાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે દરેક અધિકારી દ્વારા તમામ પ્રકારના આયોજનને અમલમાં મુકવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ સાથે પહેલી વખત ભગવાન ઉપર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવશે.

Next Story