રાજ્યમાંથી મોટા પાયે ડ્રગ્સ પકડાવવાનો મુદ્દો અહવે રાજકીય બની ગયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા રિજેક્ટ ડ્રગ રિજેક્ટ બીજેપી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં યુવાનોને જોડાવા આહવાહન કરવામાં આવ્યું હતું
રાજ્યમાંથી ડ્રગ્સ પકડાવાના મુદ્દે હવે કોંગ્રેસ રાજ્ય સરકારને સતત ઘેરી રહી છે એક પછી એક કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અમદાવાદ આવી સતત સવાલો ઊભા કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રિનેત પણ આજે અમદાવાદ આવ્યા હતા અને અહીં તેમણે રિજેક્ટ ડ્રગ્સ રિજેકટ બીજેપી વેબસાઇટ લોન્ચ કરી હતી તો સાથે રાજ્યના ગૃહમંત્રીનું રાજીનામું પણ માંગ્યું હતું.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રિનેતે મીડિયા સાથે વાત કરતાં અનેક સવાલો ઉઠાવ્યા હતા અને રાજ્ય સરકાર પર ગંભીર પ્રહાર પણ કર્યા હતા તેમણે આરોપ લગાવતા જણાવ્યું કે ઘણા લોકોના મગજમાં ભાજપનો નશો છે પણ નશો ક્યારેક ઉતરી જાય છે. સરકાર ડ્રગ્સ બાબતે તાત્કાલિક પગલાં લે અને પીએમ મોદીએ પણ આ બાબતે બોલવું જોઈએ તેમણે આરોપ લગાવતા કહ્યું કે રાજકીય સંરક્ષણ વગર આ શક્ય નથી.આ મોટી સાજિશ અને ષડયંત્ર છે.આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે.ખાસ કરીને ડ્રગ્સ જ્યાંથી પકડાયું છે તે ખાનગી પોર્ટ છે આ ખાનગી પોર્ટના માલિકની પૂછપરછ કેમ નથી કરવામાં આવતી?તો આવનારી વિધાનસભાની ચૂંટણી ને લઈ રિજેક્ટ ડ્રગ્સ રિજેકટ ભાજપ વેબસાઇટ પણ લોન્ચ કરી હતી અને રાજ્યના યુવાનોને આ વેબસાઇટ થકી જોડાવવા આહવાન કર્યું હતું