/connect-gujarat/media/post_banners/8a5de0b4b3deb9a75bd07ecd9e11529295bbcc91e7f69cf48db57a79bcb8447f.jpg)
અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 39 ગ્લોબલ એલ્યુમની કન્વેન્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નેશનલ એજ્યુકેશન પોલિસી તેમજ નવા આયામોને અમલી બનાવી વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે ગ્લોબલ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર દેશમાં જ્યારે આઝાદીના 75મા વર્ષની આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ પણ જૂન-2023 સુધી પોતાના 75મા વર્ષની કાર્યક્રમ હેઠળ ઉજવણી કરી રહ્યું છે. જેના ભાગરૂપે 39 ગ્લોબલ એલ્યુમની કન્વેન્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોલેજના શ્રેષ્ઠ વિધ્યાર્થીઓ અને પ્રોફેસરનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન તરીકે ઓળખાય છે. અમૃત કાળમાં જ્યારે ભારત દેશ વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે ગુજરાત પણ વિકસિત રાજ્ય બનીને દેશભરમાં રોલ મોડલ બની રહ્યું છે. એટલા માટે જ રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓને વૈશ્વિક સ્તરની બનાવીને ઉચ્ચ સ્તરીય શિક્ષણ થકી આવનારી પેઢી સમાજ, રાજ્ય અને દેશના વિકાસમાં સહભાગી બને તે માટે સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે.